અમદાવાદ જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજનું અનેરું આકર્ષણ
અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રામાં ભગવાનના રથોની આગળ ચાલતા ગજરાજ (હાથીઓ) આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે.
પરંપરા અનુસાર, રથયાત્રાના માર્ગ પર સૌથી આગળ ગજરાજની કતાર ચાલે છે, જે પ્રભુના આગમનની સૂચના આપે છે.
રથયાત્રા પૂર્વે તમામ ગજરાજને શણગારવા માટે સુંદર રીતે પેઇન્ટ કરવામાં આવી રહ્યા છે
રથયાત્રા પૂર્વે આ તમામ હાથીઓનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવે છે અને તેમને સોના-ચાંદીના આભૂષણો તેમજ કલરથી સજાવવામાં આવે છે.
રથયાત્રામાં શોભાનું આકર્ષણ બનતા ગજરાજને સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે
શ્રદ્ધાળુઓ માર્ગમાં ગજરાજોને કેળાં, મગ અને જાંબુનો પ્રસાદ ખવડાવીને તેમના આશીર્વાદ મેળવે છે.
ગજરાજને સુંદર ચિત્રોથી સુશોભિત કરવાની વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ રથયાત્રાની ભવ્યતામાં વધારો કરે છે.