સોમનાથ દાદાના કરો દર્શન, ભક્તોમાં હર..હર મહાદેવનો નાદ
ગુજરાતમાં હિન્દુઓ માટે સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક સોમનાથ મંદિર ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે
પ્રથમ જ્યોર્તિલિંગ એવું સોમનાથ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે, સોમવારના દિવસે અને શ્રાવણ મહિનામાં દર્શનનું મહત્વ
સોમવારના દિવસે ભક્તોના 'હર હર મહાદેવ' ના નાદથી ગુંજી ઉઠ્યું સોમનાથ મંદિર, જુઓ પવિત્ર દર્શનની ઝાંખી.
ખાસ પ્રસંગે અને શુભ દિવસોમાં શિવલિંગને સુંદર શણગાર કરી શુદ્ધ મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવે છે
ગુજરાતમાં સોમનાથ ઉપરાંત વડોદરાના કરનાળીમાં આવેલ કુબેર ભંડારી મંદિર પણ વિશેષ મહત્વ છે
કુબેર ભંડારી મંદિરમાં આજે સોમવારના દિવસે શિવલિંગ પર બિલીપત્ર અને લાલ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા છે
અમાસ અને દિવાળીનો દિવસોમાં કુબેર ભંડારી મંદિરમાં માતા મહાકાળીના દર્શનનું મહત્વ છે