ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, 14 ગજરાજો, 10થી વધુ ભજન મંડળીઓ અને 501 ભક્તો જોડાયા

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પૂર્વે ભવ્ય જળયાત્રા યોજાઈ, જેમાં 14 ગજરાજો, 10થી વધુ ભજન મંડળીઓ અને 501 ભક્તો ઉત્સાહભેર જોડાયા.

અમદાદવાનાદ જગન્નાથ મંદિરેથી નીકળતી જળયાત્રા સાબરમતી નદીના ઘાટ સુધી ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

રથયાત્રાની 12 મુખ્ય વિધિઓ પૈકીની સૌથી મહત્વપૂર્ણ ગણાતી 'જળયાત્રા' આજે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભક્તિભાવપૂર્વક નીકળી રહી છે.

સાબરમતી નદીના પવિત્ર જળને 108 તાંબાના કળશમાં ભરીને સવારે ૯ વાગ્યે જળયાત્રા નિજ મંદિર પરત ફરશે.

જળાભિષેક બાદ સવારે 11 વાગ્યે ભગવાન જગન્નાથજી ભક્તોને ગણેશજીના સ્વરૂપમાં એટલે કે 'ગજવેશ'માં દિવ્ય દર્શન આપશે

જળયાત્રામાં કાશી અને મથુરાથી પધારેલા વરિષ્ઠ સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા છે, જેમની માટે મંદિરમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

જળયાત્રાને લઈ મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, મંદિરમાં ઢોલ નગારા સાથે લોકો અનોખું કરતબ બનાવી ભક્તિ દર્શાવી

જળયાત્રામાં ગંગાપૂજન પછી 108 કળશમાં જળનો સંગ્રહ થશે, 108 કળશનાં જળ દ્વારા ભગવાનને જળાભિષેક કરવામાં આવશે.

More Web Stories

કુબેર ભંડારી મંદિરમાં ભોલેનાથની પૂજાનું માહાત્મ્ય, કરો શ્રૃંગાર આરતીના દર્શનવરસાદનું આગમન, ડાંગના સાપુતારામાં સર્જાયા મનમોહક દ્રશ્યોકુબેર ભંડારી મંદિર, ધન અને સમૃદ્ધિના દેવ, ભોલેનાથના દર્શનનો ભક્તોએ લાભ લીધોગાંધીનગરના માણસામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીView All