ભગવાન જગન્નાથના 'સોનાવેશ'માં જુઓ અલૌકિક દર્શન
અષાઢી બીજના દિવસે ઓડિશા સહિત દેશભરમાં અનેક સ્થાનો પર રથયાત્રા નીકળે છે, જેને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દિવ્ય સોનાવેશના દર્શન ખુલ્લા મુકાયા.
ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની વચ્ચે બિરાજમાન જગન્નાથજીનું અલૌકિક રૂપ જોઈ ભક્ત થયા મંત્રમુગ્ધ
રથયાત્રા પૂર્વે અમદાવાદના જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરમાં ભગવાનના સોનાવેશના દર્શનનો લાભ લેવા ભક્તોનો ધસારો
વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના આભૂષણ પૂજન કરાયું તેમજ વિધિવત પૂજન કરવામાં આવ્યું
ખાસ પ્રસંગે ભક્તો દ્વારા પોતાના નાથને પ્રસન્ન કરવા ભગવાનને દિવ્ય સુવર્ણ વસ્ત્રો અને અલંકારો અર્પણ કરવામાં આવ્યા હતા
ભગવાન જગન્નાથજીનો સોનાવેશ તેમના અખૂટ દિવ્ય વૈભવ અને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે