દુનિયામાં સૌથી વધુ ઇલેક્ટ્રિક ગાડીઓ કયા દેશમાં? જાણો ભારતનું સ્થાન

credits: meta ai

દુનિયામાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કાર ધરાવતો દેશ ચીન છે. 2025ના અંત સુધી ચીનના રસ્તાઓ પર અંદાજે 4.4 કરોડ ઇલેક્ટ્રિક કાર હતી.

આ સંખ્યા વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણી વધારે છે.ચીનમાં 2025 દરમિયાન 1.3 કરોડથી વધુ ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી.

ચીનમાં 2025માં નવી કારના વેચાણમાં લગભગ 55 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક કારનો હતો.2025ના અંતે અમેરિકામાં આશરે 78 લાખ ઇલેક્ટ્રિક કાર હતી.

બ્રિટનમાં લગભગ 24.6 લાખ ઇલેક્ટ્રિક કાર હતી.નેધરલેન્ડ્સમાં પણ આશરે 12 લાખ ઇલેક્ટ્રિક કાર હતી.

ભારતનું ઇલેક્ટ્રિક કાર બજાર હજુ ચીન અને અમેરિકા કરતાં ઘણું નાનું છે.2025માં ભારતમાં આશરે 1.65 લાખ ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી.

2025માં ભારતમાં કુલ નવી કારના વેચાણમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો લગભગ 4 ટકા હતો. 2025માં ભારતમાં વેચાયેલી ઇલેક્ટ્રિક કારમાંથી આશરે 60 ટકા સ્થાનિક કંપનીઓ ટાટા અને મહિન્દ્રાની હતી.

More Web Stories

લંચ બોક્સની શરૂઆત ક્યારથી થઇ? જાણો રસપ્રદ ઇતિહાસદુનિયામાં સૌથી વધુ દેવું ધરાવતો દેશ કયો છે?એનાલોગ પનીર પર કેમ પ્રતિબંધ ઇચ્છે છે FSSAI, કેટલુ થાય નુકસાન?ખાંડ મોંઘી કે સસ્તી કેમ થાય છે? જાણીલો ભાવની આખી ગણતરીView All