આજના આધુનિક યુગમાં પણ આ દેશોમાં ચાલે છે રાજા-રાણીનું રાજ, જુઓ લિસ્ટ!
બ્રિટન (યુનાઇટેડ કિંગડમ): અહીં પ્રજાસત્તાક સરકાર છે, પરંતુ કિંગ ચાર્લ્સ III બંધારણીય વડા (રાજા) તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
જાપાન: દુનિયાનું સૌથી જૂનું વંશપરંપરાગત રાજતંત્ર છે, જ્યાં સમ્રાટ (એમ્પરર) નારુહિતો દેશના પ્રતીકાત્મક વડા છે.
સાઉદી અરેબિયા: અહીં સંપૂર્ણ રાજશાહી (Absolute Monarchy) છે, જ્યાં કિંગ સલમાન પાસે દેશની તમામ સત્તાઓ રહેલી છે.
યુનાઇટેડ આરબ અમીરાત (UAE): આ દેશ 7 અમીરાતોનો બનેલો છે, જેમાં અબુ ધાબીના શાસક શેખ મહોમ્મદ બિન જાયદ રાષ્ટ્રપતિ તરીકે શાસન કરે છે.
ભૂતાન: ભારતનો આ પાડોશી દેશ સત્તાવાર રીતે બૌદ્ધ હાઈલેન્ડ કિંગડમ છે, જ્યાં જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક રાજા તરીકે ગાદી પર છે.
ઓમાન અને કતાર: મિડલ ઈસ્ટના આ દેશોમાં પણ સુલતાન અને અમીર પાસે સર્વોચ્ચ રાજકીય અને વહીવટી સત્તાઓ હોય છે.
બ્રુનેઈ, થાઈલેન્ડ, મોરોક્કો, કમ્બોડિયા, ડેનમાર્ક, સ્વીડન અને નોર્વે જેવા દેશોમાં પણ આજે રાજા કે રાણીનું પદ અસ્તિત્વમાં છે.