દરિયામાં ચાલતાં વિશાળ જહાજો હજારો ટન વજનનો સામાન એકસાથે વહન કરી શકે છે.જહાજમાં કેટલો સામાન ભરી શકાય તે તેની રચના, કદ અને વહનક્ષમતા પર આધારિત હોય છે.
આ ક્ષમતાને સામાન્ય રીતે 'ડેડવેઇટ ટનેજ' (Deadweight Tonnage) કહેવામાં આવે છે.
તેમાં માલસામાન ઉપરાંત ઇંધણ, પાણી, ખોરાક, મુસાફરો અને અન્ય જરૂરી વસ્તુઓના વજનનો પણ સમાવેશ થાય છે.
વિશ્વનાં કેટલાંક વિશાળ કન્ટેનર જહાજોમાં હજારો કન્ટેનર લઈ જવાની ક્ષમતા હોય છે. આ સિદ્ધાંત મુજબ જહાજ પોતાના વજન જેટલું પાણી વિસ્થાપિત કરે છે.
જહાજમાં સામાન ભરાતો જાય તેમ તેનું વજન વધે છે અને તે પાણીમાં વધુ ઊંડું ઉતરે છે.
જોકે, દરેક જહાજ માટે પાણીમાં કેટલું ઊંડું ઉતરવું સુરક્ષિત છે તેની મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય છે.વધારે વજનને કારણે દરિયાનાં મોજાં અથવા ખરાબ હવામાનમાં જહાજને સંભાળવું મુશ્કેલ બની શકે છે.