ઢોસો તવા પર ચોંટી જાય છે? આ ભૂલો છે કારણ

credits: Meta AI

સાઉથ ઇન્ડિયન ફૂડમાં ક્રિસ્પી અને જાળીદાર રવા ઢોસા દરેકના ફેવરિટ હોય છે.

અવારનવાર નવો તવો હોવાને કારણે રવા ઢોસા તેના પર ચોંટવા કે ફાટવા લાગે છે.

લોખંડના નવા તવા પર નેચરલ નોન-સ્ટીક પડ ન હોવાથી ઢોસા ઉખાડતી વખતે તૂટી જાય છે.

નવો તવો લાવ્યા પછી તેને સીધો વાપરવાને બદલે તેલ લગાવીને બરાબર સીઝનિંગ (Seasoning) કરો.

તવો વધુ પડતો ગરમ કે ઠંડો હશે તો પણ રવા ઢોસાનું ખીરું તવા પર ચોંટી જશે.

તવા પર પાણીના ટીપાં છાંટીને ચેક કરો, જો પાણી ધીમેથી સુકાય તો તાપમાન બરાબર છે.

રવા ઢોસાનું ખીરું સામાન્ય ઢોસા કરતાં પાતળું હોવું જોઈએ જેથી તે જાળીદાર બને.

જો ખીરું વધુ પડતું ઘટ્ટ હશે તો ઢોસો જાડો બનશે અને તવા પર ચોંટી જશે.

દરેક નવો ઢોસો ઉતારતા પહેલા તવાને ભીના કપડાથી સાફ કરવાનું ક્યારેય ન ભૂલો.

ડુંગળી અથવા બટાકાના ટુકડાને તેલમાં બોળીને તવા પર ઘસવાથી ઢોસો સરળતાથી ઉખડી જશે.

તવા પર બહુ ઓછું કે બહુ વધારે પડતું તેલ ન નાખો, માત્ર હલકું ગ્રીસિંગ કરો.

ઢોસાની કિનારીઓ જાતે જ ઉપર આવવા લાગે અને તે ગોલ્ડન થાય ત્યારે જ તેને ઉખેડો.

ફ્રિજમાં રાખેલું ઠંડુ ખીરું સીધું તવા પર ન નાખો, તેને અડધો કલાક પહેલાં બહાર કાઢી લો.

More Web Stories

બાળકોના સ્ક્રીન ટાઇમને આ રીતે ઘટાડોમાટી વગર ઘરે ઉગાડો આ લકી પ્લાન્ટ્સ, ઘર બનશે પ્રદૂષણ મુક્ત અને આકર્ષકમુઠ્ઠી ભર અખરોટ શરીરમાં કરશે જાદુઈ અસરઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન સબ્જા બીજ, જાણો ફાયદાView All