આજના ડિજિટલ યુગમાં બાળકોનો સ્ક્રીન ટાઈમ વધતો જ રહ્યો છે, જેના કારણે માતા-પિતા ઘણીવાર ફોન અથવા ટેબ્લેટ છીનવી લેવાનો રસ્તો અપનાવે છે.
માત્ર ફોન છીનવી લેવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી, બાળકો સાથે વધુ સમય પસાર કરો અને તેમની સાથે વાતચીત વધારો.
ઘરમાં સ્ક્રીન વગરની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપો., બાળકોને આઉટડોર રમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાવો.
વાંચનની ટેવ વિકસાવવા માટે રસપ્રદ પુસ્તકો આપો. ભોજન સમયે મોબાઇલનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ રાખો.
માતા-પિતા પોતે પણ સ્ક્રીનનો ઉપયોગ મર્યાદિત કરે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, સંગીત અથવા હસ્તકલા તરફ ધ્યાન દોરો.