શું તમને પણ ફુલાવર બહુ ભાવે છે? તો ખાસ જાણો આ વાત
ફુલાવરને સ્વાસ્થ્ય માટે હેલ્ધી માનવામાં આવે છે. તેમા વિટામીન સી, પોટેશિયમ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો રહેલા છે.
તેમા રહેલા કોલીન અને ફોસ્ફરસ મગજની કાર્યક્ષમતાને સારી બનાવે છે. તે મેમરીને પણ સ્ટ્રોન્ગ બનાવે છે. બાળકો અને વિદ્યાર્થીઓના ડાયેટમાં ફુલાવર સામેલ કરવું જોઈએ.
ફુલાવરમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન-સી, એન્ટી ઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.
તે શરીરમાં બ્લડ સર્કુલેશનને સુધારે છે દિલને લગતી બિમારીઓથી રાહત અપાવે છે. જે લોકો હૃદય રોગ અને હાઈ બીપીથી પરેશાન છે તે લોકો માટે ફુલાવર વરદાન સમાન છે.
ફુલાવર એક લો-કેલરી અને હાઈ-ફાઈબર ફુડ છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે એટલે ભૂખ ઓછી લાગે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
ફુલાવરમાં રહેલા સલ્ફોરાફેન અને ગ્લુકોસાઈનોલેટ્સ જેવા તત્વો કેન્સર સેલ્સમાં થતા વધારાને રોકે છે. તે ફેફસા, બ્રેસ્ટ અને પેટને લગતા કેન્સરના ખતરાને ઓછું કરે છે.