શિયાળામાં કાકડીનું સેવન કરો છો? તો ખાસ જાણો આ વાત
શરીરને હેલ્ધી રાખવા માટે તમારે ડાયેટનું પણ ધ્યાન રાખવું પડે છે. તેમા કાકડીનો પણ સમાવેશ થાય છે.
કાકડીમાં પાણી, વિટામીન-કે, સી, પોટેશિયમ, મેગ્નેશ્યિમ, ફાઈબર સહિતના પોષકતત્વો હોય છે જે હેલ્ધી છે.
શિયાળામાં ખાસ કરીને ઈમ્યુનીટિ નબળી થઈ જાય છે. તો ડાયેટમાં કાકડનું સેવન કરી શકો છો. કારણકે તેમા વિટામીન સીનો સોર્સ હોય છે.
જે લોકો પેટને લગતી સમસ્યાથી પરેશાન રહે છે તે લોકો માટે કાકડી રામબાણ ઇલાજ છે. તેમા ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.
કાકડીમાં સિલિકા અને વિટામીન સી હોય છે. તે તમારી ત્વચાને હેલ્ધી અને સુંદર રાખવામાં મદદરૂપ થાય છે.
પરંતુ કાકડીને લિમીટમાં સેવન કરવું જોઇએ. કારણકે તેનાથી કેટલાક લોકોને પિત્ત, વાયુની સમસ્યા થાય છે.