શિયાળામાં કયા પાણીથી સ્નાન કરવું જોઈએ ઠંડુ કે ગરમ
શિયાળામાં નહાવાના પાણીનું તાપમાન વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્ય, ત્વચાના પ્રકાર અને હવામાન પર આધાર રાખે છે.
હૂંફાળા પાણીથી નહાવાથી શરીરને આરામ મળે છે, સ્નાયુઓની જડતા અને થાક ઓછો થાય છે, તેમજ તણાવ ઘટે છે.
સૂતા પહેલા હૂંફાળા પાણીથી સ્નાન કરવાથી કેટલાક લોકોમાં ઊંઘની ગુણવત્તા સુધરી શકે છે.
ઠંડુ પાણી શરીરને તરત જ સતર્ક અને સક્રિય બનાવે છે તથા તાજગી અને ઉર્જાનો અનુભવ કરાવે છે.
અચાનક ખૂબ જ ઠંડા પાણીથી નહાવાથી શરીરને આઘાત લાગી શકે છે, જેનાથી ઝડપી શ્વાસ, ધબકારા વધવા અને બ્લડ પ્રેશરમાં અચાનક ફેરફાર થઈ શકે છે.
દરરોજ ખૂબ ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચાનું કુદરતી તેલ અને ભેજ દૂર થાય છે, જેનાથી શુષ્કતા, ખંજવાળ અથવા ખરજવાની સમસ્યા વધી શકે છે.
સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ ખૂબ ગરમ પાણી ટાળવું જોઈએ અને નહાયા પછી ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવું ફાયદાકારક છે.
સવારે ઉઠયા બાદ વધુ ઉર્જાવાન રહેવા માટે શિયાળામાં ના વધુ ગરમ અને ના વધુ ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ