કાળા ચણાની ચાટ પ્રોટીન, ફાઈબર અને આયર્નથી ભરપૂર એક ઉત્તમ સુપરફૂડ છે.
આમાં ભરપૂર પ્રોટીન અને ફાઈબર હોવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે અને વજન ઘટશે.
કાળા ચણા આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારીને લોહીની કમી દૂર કરે છે.
તેમાં રહેલા ડાયેટરી ફાઈબર કબજિયાતની સમસ્યા દૂર કરે છે અને પાચનતંત્ર સ્વસ્થ રાખે છે.
આનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર કંટ્રોલ રાખવામાં મદદરૂપ છે.
કાળા ચણામાં રહેલા વિટામિન (A, C, E) અને મિનરલ્સ ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.
આ ચાટમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ ચાટને વધુ ટેસ્ટી બનાવવા તેમાં બાફેલા ચણા સાથે બારીક સમારેલા ટામેટાં, કાકડી, ડુંગળી અને જીરું પાવડર ઉમેરો.
ચાટમાં લીંબુનો રસ ઉમેરવાથી શરીર કાળા ચણામાં રહેલા આયર્નને સરળતાથી એબ્સોર્બ (શોષણ) કરી શકે છે.