ડાયાબિટીસમાં કયા ફળો ખાવા જોઇએ?

credits: Meta AI

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ દેશમાં આશરે 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે.

દેશના લગભગ 13.6 કરોડ લોકો પ્રીડાયાબિટીક સ્ટેજમાં છે, જેઓ આગામી સમયમાં ડાયાબિટીસનો ભોગ બની શકે છે.

સામાન્ય માન્યતાથી વિપરીત, ડાયાબિટીસના દર્દીઓએ ફળો ખાવાનું સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી.

ફળની અસર માત્ર તેની મીઠાશ પર નહીં, પણ તેના ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને ફાઇબરની માત્રા પર આધાર રાખે છે.

કેરી, ચીકુ, દ્રાક્ષ, પાકેલા કેળા અને સીતાફળ જેવા વધુ કાર્બોહાઇડ્રેટ ધરાવતા ફળો વધુ ખાવાથી બચવું જોઈએ.

જામફળ, સફરજન, નાશપાતી, સંતરા, પપૈયું અને કીવી જેવા ફાઇબરથી ભરપૂર ફળો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

જામફળમાં પ્રતિ 100 ગ્રામે 5 ગ્રામ ફાઇબર હોય છે, જે બ્લડ શુગરને અચાનક વધતા અટકાવે છે.

યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો આખા ફળો (Whole Fruits) ડાયાબિટીસના દર્દીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત છે.

ફળોના રસમાં ફાઇબર નથી હોતું, જેના કારણે બ્લડ શુગર ખૂબ જ ઝડપથી વધી શકે છે.

More Web Stories

કઇ દવાઓ તબીબી સલાહ વિના લેવાથી થાય છે શરીરને નુકસાન?LPG ગેસ સિલિન્ડર હવે વોટ્સએપ દ્વારા બુક કરી શકશો, જાણો કેવી રીતેસોનું પીળા રંગનું જ કેમ હોય છે?બ્લેક કોફી પીવાનો આ છે યોગ્ય સમયView All