વજન ઘટશે અને હાડકાં થશે મજબૂત, કરો વટાણાનું સેવન
વટાણા માત્ર સ્વાદ વધારવાનું કામ નથી કરતા પણ પોષણનો ખજાનો પણ છે. તેની તમે અનેક ડિસ ટ્રાય કરી હશે પરંતુ તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
તેમા રહેલું ફાઈબર પાચનને યોગ્ય બનાવે છે. તે ભોજનને સહેલાઈથી પચાવવામાં મદદ કરે છે. તેમજ એસીડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યાને ઓછી કરે છે.
જો તમે વજન ઓછું કરવા માટે માગતા હોવ તો વટાણાને તમારી ડાયેટમાં સામેલ કરો. તેમા રહેલું પ્રોટીન અને ફાઈબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવામાં વટાણા લાભદાયી છે. તેમા વિટામીન સી અને પોલિફેનોલ્સ હોય છે જે શરીરમાં ઈમ્યુન સેલ્સ એક્ટિવ રાખે છે અને ઈન્ફેક્શનથી લડવાની ક્ષમતા વધારે છે.
વટાણામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ અને ફાઈબર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને બ્લડ સર્કુલેશન વધારે છે. સાથે જ હાર્ટને લગતી બીમારીઓ પણ દૂર કરે છે
વટાણામાં વિટામીન-કે, મેગ્નેશ્યિમ જેવા મિનરલ્સ રહેલા છે. જે હાડકાંને સ્ટ્રોન્ગ બનાવે છે. સાથે જ વધતી ઉંમરમાં હાડકાંને કમજોર થવાથી બચાવે છે.