ચા કેવી હોય? ભૂલી જશો. પીઓ આ હેલ્ધી ડ્રિંક

credits: Meta AI

ચાને બદલે તુલસીનો ઉકાળો પીવો. તેનાથી ચાની જેમ કેફીન કે નિકોટિનનું વ્યસન થતું નથી અને કુદરતી તાજગી મળે છે.

દૂધ-ખાંડવાળી ચા પેટમાં ગરમી અને એસિડિટી કરે છે, જ્યારે આ ઉકાળો પેટને ઠંડક આપે છે.

તુલસીના એન્ટી-ઓક્સિડન્ટ ગુણો ગરમી વધાર્યા વિના શરીરને વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ઉધરસ સામે રક્ષણ આપે છે.

ઉકાળામાં વરિયાળી અને ધાણા અને એલચી યુક્ત ઉકાળો ખોરાકનું પાચન ઝડપી બનાવે છે અને ગેસ દૂર કરે છે.

તમે મરી અને તજ પણ નાંખી શકો. પરંતુ પિત્ત પ્રકૃતિ વાળાએ આમ ન કરવું

તુલસીનો ઉકાળો પીવાથી શરીરની અંદરથી ગરમી ઓછી થવાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થાય છે.

ઈલાયચી અને ધાણા પાચક રસોને ઉત્તેજિત કરે છે, જેનાથી ખોરાક ઝડપથી પચે છે અને ભૂખ સારી લાગે છે.

1 ગ્લાસ પાણીને વાસણમાં ઉકાળવા મૂકો. પાણીમાં તુલસીના પાન, છીણેલું આદુ, વરિયાળી, ધાણા અને તજ ઉમેરો.

મિશ્રણને પાણી અડધું રહે ત્યાં સુધી 5-7 મિનિટ ધીમા તાપે ઉકાળો. ઉકાળો ગાળીને તેમાં સ્વાદ મુજબ મધ અથવા ખડી સાકર ઉમેરો.

More Web Stories

કેમ ટેન્શનમાં લોકો વધુ ખોરાક ખાય છેદૂધ અને મખાના સાથે ખાવાથી થશે ગજબના ફાયદાદૂધમાં ઉમેરો આ એક વસ્તુ, મળશે અઢળક ફાયદાશું તમે પણ ટેન્શનમાં હોવ તો લાગે છે વધારે ભૂખ?View All