શું તમે પણ ટેન્શનમાં હોવ તો લાગે છે વધારે ભૂખ?
તણાવ અને ટેન્શનની અસર માત્ર મૂડ પર જ નહીં આપણા ભૂખ અને ખાવની આદત પર પડે છે.
કેટલાક લોકોને તણાવ વખતે ભૂખ ઓછી લાગે છે તો કેટલાક લોકોને વારંવાર ભૂખ લાગે છે.
આવું શરીરમાં હોર્મોનલ બદલાવ અને ભાવનાત્મક પ્રતિક્રિયાના કારણે થાય છે. તણાવ સમયે શરીરમાં કાર્ટિસોલ જેવા હોર્મોનમાં વધારો થાય છે.
કેટલાક લોકોને તણાવ સમયે કેલરી વાળા ભોજનની ઇચ્છા થાય છે.
તણાવ ઓછો કરવા માટે પાણી પીઓ અને બરાબર જમવાની સાથે પૂરતી ઉંઘ લો.
તણાવ ઓછો કરવા થોડીક વાર ચાલવું, યોગ કે તમારી મનગમતી વસ્તુઓ કરવી જોઈએ.