કેમ ટેન્શનમાં લોકો વધુ ખોરાક ખાય છે

તણાવ ફક્ત આપણા મૂડને જ નહીં, પણ આપણી ભૂખ અને ખાવાની આદતોને પણ અસર કરે છે.

ઘણા લોકોને તણાવ દરમિયાન ભૂખ ઓછી લાગે છે, તો કેટલાકને આ સ્થિતિમાં વારંવાર ખાવાનું મન થાય છે.

તણાવ વધતા વધુ ખાવાની આદત એ શરીરમાં હોર્મોનલ ફેરફારો અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓને કારણે થાય છે.

તણાવના સમયમાં, શરીરમાં કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સ્તર વધી જતા શરીરમાં આ ફેરફાર જોવા મળે છે.

કેટલાક લોકોમાં તણાવની સ્થિતિ ભૂખ અને તૃષ્ણામાં વધારો કરતા તેઓ ઉચ્ચ કેલરીવાળા ખોરાક ખાવા લાગે છે

આવી સ્થિતિમાં, વ્યક્તિ ભૂખને કારણે નહીં, પરંતુ તણાવ, ચિંતા કે ઉદાસી ઘટાડવા ધ્યાન બદલવા તે ખાવાનું શરૂ કરે છે.

કેટલાક લોકો જ્યારે તણાવમાં હોય છે ત્યારે ચોકલેટ, મીઠાઈઓ, ચિપ્સ અથવા ફાસ્ટ ફૂડ જેવા ખોરાક તરફ વધુ આકર્ષાય છે

તણાવ ઓછો કરવા માટે, પુષ્કળ પાણી પીવો, નિયમિત ખાઓ અને પૂરતી ઊંઘ લો.

થોડું ચાલવું, યોગ કરવો, અથવા તમારી પસંદગીની પ્રવૃત્તિ કરવાથી તણાવ ઓછો કરવામાં મદદ મળી શકે છે

More Web Stories

દૂધ અને મખાના સાથે ખાવાથી થશે ગજબના ફાયદાદૂધમાં ઉમેરો આ એક વસ્તુ, મળશે અઢળક ફાયદાશું તમે પણ ટેન્શનમાં હોવ તો લાગે છે વધારે ભૂખ?ચા કેવી હોય? ભૂલી જશો. પીઓ આ હેલ્ધી ડ્રિંકView All