ચોમાસામાં શરદી અને ઉધરસમાં રાહત આપશે આ આર્યુવેદિક પીણાં
ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ અને તાપમાનમાં ફેરફાર થવાને કારણે શરદી, ઉધરસ અને ગળામાં ઇન્ફેક્શન થવું સામાન્ય છે
શરદી, ઉધરસ સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે ઘરે આ હેલ્ધી અને આર્યુવેદિક પીણાં બનાવીને પી શકો છો
મેથી અને અજમાનું પાણી, 1 ગ્લાસ પાણીમાં બને વસ્તુ નાખી ઉકાળીને પીવું, બંનેની તાસીર ગરમ હોવાથી શરદી અને કફની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે
તુલસી અને કાળા મરીનો ઉકાળો શ્વસનતંત્રના ચેપને દૂર કરવા માટે બેસ્ટ છે, એક કપ પાણીમાં ૭-૮ તુલસીના પાન અને ૨-૩ વાટેલા કાળા મરી નાખીને બરાબર ઉકાળો.
લીંબુ, મધ અને ગરમ પાણી, લીંબુમાં વિટામિન-C ઇન્ફેક્શન સામે લડે છે અને મધ ગળાની ખરાશ અને સૂકી ઉધરસને શાંત કરે છે.
હળદરવાળું દૂધ, શરદી અને ઉધરસ માટેનો અકસીર ઉપાય છે, હળદરમાં 'કર્ક્યુમિન' છે, જે એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણોથી ભરપૂર છે.
આદુ અને ફુદીનાની ચા, આદુમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ ગળાના દુખાવામાં રાહત આપે છે, જ્યારે ફુદીનો બંધ નાકને ખોલવામાં મદદ કરે છે.