૩૫ વર્ષ બાદ મહિલાઓમાં હાડકાં નબળા થવાનું આ છે કારણ
35 વર્ષ પછી મહિલાઓમાં સાંધાનો દુખાવો, કમરના દુખાવાની સમસ્યા વધે છે, હાડકાં નબળા પડવાના કારણે આ સમસ્યા થાય છે
35 વર્ષ પછી મહિલાઓમાં મેનોપોઝના સમયના કારણે એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે જેના કારણે હાડકાં નબળા પડે છે
પીક બોન માસમાં ઘટાડો, ૩૫ વર્ષ પછી, નવા હાડકાં બનવાની પ્રક્રિયા કરતાં જૂના હાડકાં ઘસાવવાની પ્રક્રિયા કુદરતી રીતે જ ઝડપી બની જાય છે.
વિટામિન D ની ઉણપ, પૂરતો સૂર્યપ્રકાશ ન મળવાને કારણે અથવા ખોરાકમાં વિટામિન D ના અભાવે કેલ્શિયમ હાડકાં સુધી પહોંચી શકતું નથી.
કેલ્શિયમની ઉણપ, ઉંમર વધતા પૂરતો કેલ્શિયમ વાળો ખોરાક ના લેવાથી શરીર હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચવા લાગે છે, જેથી તે નબળા થઈ જાય છે.
આજની બેઠાડુ જીવનશૈલી અથવા પૂરતી કસરત જેમ કે વોકિંગ, વેઇટ-બેરિંગ એક્સરસાઇઝ ન કરવાને કારણે હાડકાં નબળાં પડે છે
35 વર્ષ પછી મહિલાઓ હાડકાંને મજબૂત રાખવા આહારમાં દૂધ, દહીં, ચીઝ, લીલા પાંદડાવાળા શાકભાજી, રાગી અને બદામ જેવા કેલ્શિયમયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ