ચોમાસામાં કયા ફળના જયુસ પીવા જોઈએ
ચોમાસામાં શરદી, તાવ અને ખાંસી જેવી બીમારીઓ વધે છે, રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ફળોના જયુસ બેસ્ટ છે
રોગપ્રતિકારક શક્તિ વધારશે મોસંબીનો જયુસ, તેમાં વિટામિન C રહેલું છે જે શરીરના શ્વેત કણો વધારવામાં મદદ કરે છે
દાડમના જયુસમાં આયર્ન, વિટામિન A, C, E અને પોલિફેનોલ્સ જેવા શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, તે બીમારી સામે રક્ષણ આપશે
કીવીમાં સંતરા કરતાં પણ વધુ વિટામિન C, વિટામિન E, ફોલેટ અને પોટેશિયમ હોય છે, ડેન્ગ્યુ કે વાયરલ તાવ દરમિયાન પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે
જામુન ચોમાસામાં મળતું શ્રેષ્ઠ ફળ છે, તેનો રસ પીવાથી પાચનમાં મદદ મળે છે, ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
સફરજનમાં ફાઈબર, વિટામિન C અને ક્વેરસેટિન નામનું એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, વરસાદી સિઝનમાં પેટની સમસ્યમાં રાહત આપે છે
અનાનસ, મોસંબી અને પાઈનેપલ જેવા ખાટા ફળોમાં વિટામિન સી સૌથી સારા પ્રમાણમાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારુ મનાય છે
યાદ રાખો કે ચોમાસામાં બહાર ખુલ્લામાં મળતા કે વાસી જ્યુસ પીવાનું ટાળવું, હંમેશા તાજા બનાવેલા ફળોના જયુસ પીવાનો આગ્રહ રાખો