ખાવાનું ખાધા બાદ કેમ વરિયાળી ખાવી જોઈએ
તમે હોટલમાં જાવ તો પણ લંચ કે ડિનર બાદ મુખવાસમાં વરિયાળી આપે છે
ભારતમાં આજે પણ ખાવાનું ખાધા બાદ વરિયાળી ખાવાની પરંપરા છે, આ છે કારણ
વરિયાળીમાં રહેલા એસેન્શિયલ ઓઇલ પાચક ઉત્સેચકોને સક્રિય કરે છે, જેથી ખોરાક ઝડપથી પચે છે અને ગેસ કે એસિડિટી થતી નથી.
એક કુદરતી માઉથ ફ્રેશનર છે. તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ ગુણો મોંના બેક્ટેરિયાને નષ્ટ કરી દુર્ગંધ દૂર કરે છે અને તાજગી આપે છે
વરિયાળીની તાસીર ઠંડી હોય છે, જે પેટમાં એસિડના સ્તરને નિયંત્રિત કરીને છાતી અને પેટની બળતરા શાંત કરે છે.
વરિયાળીમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે લાળમાં પોટેશિયમનું પ્રમાણ વધારીને બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને સામાન્ય રાખે છે
જમ્યા પછી વરિયાળી ચાવવાથી ખોરાકમાંથી વિટામિન્સ અને મિનરલ્સનું શોષણ વધુ સારી રીતે થતા બ્લોટિંગની સમસ્યા રહેતી નથી.