• પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ  યથાવત
  • બંને પક્ષોના 4,900થી વધુ લોકો માર્યા ગયા
  • ગાઝા પટ્ટીમાં 3,478 મૃત્યુ અને 12,000થી વધુ ઘાયલ થયા

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ ગુરુવારે તેના 14માં દિવસમાં પ્રવેશી ગયો છે જેમાં બંને પક્ષોના 4,900થી વધુ લોકો માર્યા ગયા છે. પેલેસ્ટિનિયન હેલ્થ ઓથોરિટીએ ગુરુવારે જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ 14:00 વાગ્યા સુધીમાં અથડામણમાં કુલ 3,540 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા જ્યારે 13,300થી વધુ અન્ય ઘાયલ થયા હતા. આના પરિણામે ગાઝા પટ્ટીમાં 3,478 મૃત્યુ અને 12,000થી વધુ ઘાયલ થયા છે. પશ્ચિમ કાંઠે 62 લોકોના મોત અને 1,300થી વધુ ઘાયલ થયા છે.

ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંઘર્ષમાં ઇઝરાયેલી બાજુના 1,400થી વધુ લોકો માર્યા ગયા હતા અને 4,475 ઘાયલ થયા હતા. ઇઝરાયેલી સેનાએ બુધવારે રાત્રે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કર્યો હતો અને તેલ અલ-અવીવની આસપાસની અનેક રહેણાંક ઇમારતો પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

યુદ્ધ રોકવા માટે અવાજ ઉઠાવ્યો

આ યુદ્ધને રોકવા માટે પણ અવાજો ઉઠવા લાગ્યા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને બે અઠવાડિયા થઈ ગયા છે. યુદ્ધમાં બંને પક્ષોના મૃત્યુનો આંકડો હજારોને વટાવી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા પણ અગણિત છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બુધવારે ઇઝરાયેલ પહોંચ્યા ત્યારે યુએસ કેપિટોલ હિલમાં એક મોટી ઘટના નોંધાઇ હતી.

બુધવારે પેલેસ્ટાઈન તરફી વિરોધ કરનારાઓની મોટી ભીડ વોશિંગ્ટન ડીસીમાં યુએસ કેપિટોલમાં પ્રવેશી અને કેનન રોટુંડા પર હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ આ પ્રદર્શનમાં 300 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા લોકોની ભીડ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી રહી હતી.

  • Follow us on: