- ઇલિનોઇસમાં એમોનિયા વહન કરતી ટ્રકનો અકસ્માત
- એમોનિયા ગેસ લીક થવાના કારણે અનેક લોકોના મોત થયાની આશંકા
- સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાસ્થળે ન આવવા આપી સૂચના
અમેરિકાના ઇલિનોઇસમાં 'એમોનિયા' વહન કરતી ટ્રક પલટી જતાં ગેસ લીક થવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. આ અકસ્માત બાદ આસપાસમાં રહેતા સ્થાનિકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અમેરિકાના ઇલિનોઇસમાં 'એમોનિયા' લઇ જતી ટ્રક અચાનક પલટી ગઇ હતી. અકસ્માતની ઘટનામાં અનેક લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતની ઘટના રાત્રે લગભગ 9:25 વાગ્યે US હાઇવે 40 પર ટ્યૂટોપોલિસ નજીક બની હતી. એમોનિયા લીક થવાના કારણે આસપાસના વિસ્તારોને ખાલી કરવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. સમગ્ર ઘટનાને પગલે અનેક લોકોના મોત થયાના આંકડા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવ્યા નથી.













