• રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હવે પુતિને બનાવી નવી રણનીતિ
  • રશિયા અને અમેરિકાની સબમરીન સામસામે આવે તેવી શક્યાતા 
  • 3 ઑક્ટોબરે પરમાણુ યુદ્ધનો સૂર રશિયનના દરિયાઇ વિસ્તારમાં જોવા મળશે

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હવે વ્લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચે યુદ્ધ થવાની શક્યતા વધી ગઈ છે. રશિયા અને અમેરિકાની સબમરીન સામસામે આવે તેવી શક્યાતા લાગી રહી છે. બ્રિટન અને અમેરિકાએ ક્રિમિયા જીતવા માટે યુક્રેનને અનેક વર્ષો સુધી મિસાઈલો આપી છે. પરંતુ 3 ઑક્ટોબરે પરમાણુ યુદ્ધનો સૂર રશિયનના સમુદ્રથી રશિયાની ભૂમિ સુધી સંભળાશે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં એક નવો વળાક આવી ગયો છે. રશિયાએ પ્રથમ વખત સમગ્ર દેશમાં પરમાણુ પ્રશિક્ષણ કરવા માટે તૈયારી કરી લીધી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે, 3 ઓક્ટોબરના રોજ, રશિયાના વ્યૂહાત્મક પરમાણુ દળો એટલે કે પરમાણુ ટ્રિનિટી સંપૂર્ણ શક્તિ સાથે દાવપેચ શરૂ કરશે. રાષ્ટ્રપતિ પુતિન પોતે આ કવાયત પર નજર રાખવાના છે. પરમાણુ કવાયતનો એકમાત્ર હેતુ અમેરિકા અને નાટો દેશો પર હુમલો કરવાની પ્રેક્ટિસ કરવાનો છે. પરમાણુ હુમલા પહેલાના 5 સ્ટેપ પૂરા થઈ ગયા છે. રશિયાએ વિનાશક પરમાણુ હુમલાની તૈયારી કરી લીધી છે. પુતિનના આદેશથી આપત્તિજનક વિનાશનો ભય સમગ્ર વિશ્વ માટે એક પડકાર રૂપ સાબિત થશે.

બ્રિટન અને અમેરિકાએ ક્રિમિયા જીતવા માટે યુક્રેનને લાંબા અંતરની મિસાઈલો આપી. રશિયા ક્રિમિયાને પોતાનો ભાગ માને છે અને આ જમીન પર હુમલો એટલે રશિયન ધરતી પર હુમલો. આ હુમલાનો બદલો લેવા માટે રશિયાએ વિનાશક પરમાણુ યુદ્ધની તૈયારી કરી લીધી છે. પ્રથમ વખત, રશિયા તેના તમામ 11 સમય ઝોનમાં પરમાણુ દાવપેચ કરવા જઈ રહ્યું છે. રશિયાની સેનાની પરમાણુ કવાયત 3 ઓક્ટોબરથી દેશભરમાં શરૂ થવા જઈ રહી છે.

પરમાણુ હુમલાને લઇ શું છે રણનીતિ?

  • શિયાના યુદ્ધ જહાજો કાળા સમુદ્રમાં ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલો સાથે પ્રેક્ટિસ કરશે.
  • આ મિસાઇલોમાં વ્યૂહાત્મક પરમાણુ હથિયારો લોડ કરીને હુમલાનો અભ્યાસ કરવામાં આવશે.
  • બાલ્ટિક સમુદ્રમાં પરમાણુ પોસાઇડન સાથે રશિયન સબમરીન તૈનાત કરવામાં આવશે.
  • અહીં દુશ્મન તટીય વિસ્તારો પર પાણીની અંદર હુમલા કરવાની પ્રેક્ટિસ થશે.
  • રશિયન સબમરીન આર્કટિક સમુદ્રમાં તૈનાત કરવામાં આવશે.
  • સબમરીનથી લોન્ચ કરાયેલી બેલેસ્ટિક મિસાઈલો અહીંથી છોડવામાં આવશે.
  • આ મિસાઇલો દ્વારા સમુદ્રમાંથી સપાટી પર હુમલો કરવાની કવાયત હાથ ધરવામાં આવશે.
  • રશિયાના તુ પરમાણુ બોમ્બર્સ આકાશમાંથી પરમાણુ મિસાઈલ છોડવાની પ્રેક્ટિસ કરશે.
  • રશિયાની એરોસ્પેસ મિસાઈલ ફોર્સ 10 પરમાણુ હથિયારો સાથે સરમત મિસાઈલ સાથે લાંબા અંતરની પ્રહારો કરશે.
  • સરમતની સાથે સાથે 10 પરમાણુ હથિયારો સાથેની યાર્સ મિસાઈલને પણ પરમાણુ અભ્યાસમાં સામેલ કરવામાં આવશે.

રશિયાનો દાવો, યુક્રેનના 25 જિલ્લા કબજે કર્યા

રશિયાની બદલો લેવાની કાર્યવાહી ચાલુ છે. ઝડપી હુમલા સાથે, રશિયાએ એક જ દિવસમાં યુક્રેનના 25 જિલ્લાઓ પર કબજો કરવાનો દાવો કર્યો છે. સેટેલાઇટ રિપોર્ટ્સ અનુસાર, 28 સપ્ટેમ્બરનો દિવસ અત્યાર સુધીના યુદ્ધનો સૌથી ભયાનક દિવસ સાબિત થયો છે. બીજી તરફ યુક્રેને પણ રશિયન શહેરો પર હુમલા ચાલુ રાખ્યા છે. રશિયાએ એક જ દિવસમાં 11 ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. નીપર નદીના કિનારે પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના કુર્સ્કમાં યુક્રેનિયન હુમલાને કારણે ઘણા વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો છે.

આમ, હવે એ જોવાનું રહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત ક્યારે આવશે અને જેના પરિણામે અમેરિકા જે મદદ કરી રહી છે. તો તેની સાથે રશિયા અમેરિકા સામે કેવા પગલા લે છે તે તો આગળનો સમય જ બતાવશે


  • Follow us on: