- હૈદ્રાબાદની 36 વર્ષીય ચૈતન્યા શ્વેતા મધાગી હત્યારાને ઓળખતી હોવાનો પોલીસને આશંકા
- મૃતક મહિલા સારી વ્યકિત અને કોઈ સાથે વિવાદ ન હોવાનો પાડોશીઓનો દાવો
- યુવાન મહિલાનો પાંચ વર્ષનો પુત્ર અને પતિ હત્યાના થોડા કલાકો પહેલા ભારત રવાના થયા હતા
ઓસ્ટ્રેલિયામાં હૈદ્રાબાદની પરિણીતાની હત્યા કરાયેલી હાલતમાં લાશ કચરાપેટીમાંથી મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. રિપોર્ટસ અનુસાર મૃતક મહિલા પોતાના પતિ અને પાંચ વર્ષના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. આ મૃતક મહિલાનું નામ ચૈતન્યા શ્વેતા મધાગનીની ઉંમર 36 વર્ષની છે અને તેને પાંચ વર્ષનો પુત્ર છે. મહિલાનો મૃતદેહ વિક્ટોરિયા રાજ્યના બકલી વિસ્તારમાં કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. જેની જાણ થતા પોલીસ અને તપાસ એજન્સીઓના કાફલા ખડકાઈ ગયા હતા. ઘટનાસ્થળે જઈ પોલીસે ઝીણવણપૂર્વક તપાસ હાથ ધરી જરૂરી પુરાવા એકઠા કર્યા હતા. મહિલાના પાડોશીઓના જાણાવ્યા અનુસાર ચૈતન્યા શ્વેતા એક સારી મહિલા હતી અને તેને કોઈ સાથે કોઈ વિવાદ નહોતો. જો કે મહિલાની હત્યા તેના પતિએ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. છતાં પોલીસ તંત્ર આ અંગે હજી કોઈ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો.













