• બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક ઈઝરાયેલ પહોંચ્યા
  • યુદ્ધની વચ્ચે ઈઝરાયેલની સાથે બ્રિટન ઊભું છે
  • આ પ્રવાસ દ્વારા તેઓ વિશ્વને સંદેશ આપશે

ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 14મો દિવસ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4,300 લોકોના મોત થયા છે. ગાઝામાં માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે. ત્યાં લોકોને ભોજન કે પીવા માટે શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું. આજે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક ઈઝરાયેલ પહોંચી ગયા છે.ઇઝરાયેલના PM નેતન્યાહુ સાથે બેઠક કરશે 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની મુલાકાત બાદ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક આજે ઈઝરાયેલ પહોંચી ગયા છે. આ પ્રવાસ દ્વારા તેઓ વિશ્વને સંદેશ આપવા જઈ રહ્યા છે કે યુદ્ધની વચ્ચે ઈઝરાયેલની સાથે બ્રિટન ઊભું છે.બુધવારે જો બાઈડેન ઇઝરાયેલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. તે જ સમયે, આતંકવાદી સંગઠન હમાસ પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ કરતું નથી.

7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4900થી વધુ લોકોના મોત થયા છે. હમાસના હુમલામાં 1400થી વધુ ઈઝરાયેલના લોકોના મોત થયા છે. તે જ સમયે, ગાઝા પટ્ટીમાં 3478 લોકોના મોત થયા છે.

  • Follow us on: