- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે
- હુમલા વચ્ચે જો બાઈડેન ઇઝરાયેલની મુલાકાતે
- અમેરિકા ઈઝરાયેલને હથિયારોની મદદ કરશે
અમેરિકાએ ઇઝરાયેલ પર હમાસના હુમલા અને નાગરિકો સામેની તમામ પ્રકારની હિંસાની નિંદા કરી છે. ગાઝા માટે મદદની વિનંતી કરતા યુએનના ઠરાવને પણ વીટો કર્યો. તેલ અવીવમાં, યુએસ પ્રમુખ જો બાઈડન ગાઝા અને વેસ્ટ બેંકને મદદ કરવા માટે યુએસના નવા ભંડોળમાં $100 મિલિયનની જાહેરાત કરી.
અમેરિકા ઈઝરાયેલને હથિયારોની મદદ કરશે
ANI અનુસાર, યુએસ પ્રમુખ જો બાઈડન કહ્યું, "હમાસના હુમલા બાદથી અમેરિકા ઇઝરાયલ સાથે સંપર્કમાં છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ઇઝરાયેલ પાસે તેના લોકોની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે. અમે ઇઝરાયેલને આયરન ડોમ આપીશું." અમે ઇઝરાયેલ સામેના હુમલાઓને રોકવા માટે અમેરિકી સૈન્ય શસ્ત્રો આ પ્રદેશમાં ખસેડી રહ્યા છીએ." અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, "ઈઝરાયલ-હમાસ યુદ્ધને ફેલાતા અટકાવવા માટે USS ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં USS આઈઝનહોવર સાથે તૈનાત કરવામાં આવશે."
9/11 જેવા આતંકવાદી હુમલા- જો બાઈડન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું, "ઈઝરાયેલ પર હુમલો કરવાનું વિચારી રહેલા કોઈપણ દેશને મારો સ્પષ્ટ સંદેશ છે કે તેણે આવું ન કરવું જોઈએ. અમે ઈઝરાયેલ પર હુમલો જોયો. તે 9/11 જેવો આતંકવાદી હુમલો હતો. ઈઝરાયેલ જેવા ઘણા દેશો માટે આ હુમલો 9/11 જેવો હતો"
ગાઝાના લોકોને મદદની જરૂર છે
અમેરિકી રાષ્ટ્રપતિએ ઇઝરાયલની કેબિનેટને ગાઝાના લોકોને મદદ પૂરી પાડવા માટે સંમત થવા કહ્યું. તેમણે કહ્યું, "ગાઝાના લોકોને ખોરાક, પાણી, દવાની જરૂર છે. તેમને આ સહાય મળવી જોઈએ, પરંતુ હમાસને નહીં. જો હમાસ ગાઝાના લોકોને મદદ કરવામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો કરે છે, તો તે સ્પષ્ટ થઈ જશે કે તેને પેલેસ્ટાઈન લોકોની કોઈ ચિંતા નથી."