- યુદ્ધ વચ્ચે જો બાઇડન બાદ હવે ઋષિ સુનક પણ આવશે ઇઝરાયેલ
- બ્રિટિશ PM ઋષિ સુનક આ અઠવાડિયે ઈઝરાયેલ જશે
- હમાસ-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં લગભગ હજારો લોકોના મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં લગભગ હજારો લોકોના મોત થયા છે. ગાઝામાં ત્રણ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઈઝરાયેલમાં 1400 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન બ્રિટિશ PM ઋષિ સુનક ઈઝરાયેલની મુલાકાતે જઈ રહ્યા છે.
ઈઝરાયેલ-હમાસ સંઘર્ષના કારણે તણાવ વધી રહ્યો છે. બંને તરફથી લગભગ પાંચ હજાર લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં માહિતી સામે આવી રહી છે કે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ અઠવાડિયે ઈઝરાયેલની મુલાકાતે જઈ રહ્યા છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ આ અહેવાલની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો. એ પણ કહ્યું કે સુનકની મુલાકાત સામાન્ય રીતે કન્ફર્મ કરવામાં આવશે. ગયા અઠવાડિયે વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી ઈઝરાયેલની મુલાકાતે હતા. તેમણે હમાસના હુમલા બાદ ઈઝરાયેલી લોકો સાથે એકતા દર્શાવવા પ્રવાસ કર્યો હતો.













