- ઝિમ્બાબ્વેમાં કોલેરાના 100 દર્દીઓના મોત
- કોલેરાના 5000થી વધુ કેસ નોંધાયા
- જાહેર કાર્યક્રમોમાં 50 લોકો સુધી મર્યાદિત
ઝિમ્બાબ્વેમાં અત્યાર સુધીમાં કોલેરાના 100 દર્દીઓના મોત થયા છે જ્યારે 5000થી વધુ કેસ નોંધાયા છે. રોગચાળો ફેલાતા ઝિમ્બાબ્વે સરકારે રોગચાળો ફેલાતો અટકાવા માટે ઘણા પગલા લીદ્યા છે, અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાને લઇ ઝિમ્બાબ્વે સરકારે સ્થાનિકોને જાણકારી આપી છે.
ઝિમ્બાબ્વેમાં રોગચાળો ફાટી નીકળ્યો
ઝિમ્બાબ્વેમાં કોલેરા ફાટી નીકળતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. આરોગ્ય મંત્રાલયે બુધવારે મૃત્યુઆંક જાહેર કર્યો અને કહ્યું કે લેબોરેટરી પરીક્ષણોના આધારે 30 દર્દીઓના કોલેરાના કારણે મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. કોલેરાના 905 કેસની પુષ્ટિ થઈ છે જ્યારે 4609 આ રોગના શંકાસ્પદ કેસ છે. કોલેરા એ પાણીજન્ય રોગ છે જે પ્રદૂષિત વિસ્તારોમાં ફેલાય છે. આ રોગ દૂષિત પાણી અથવા ખોરાક ખાવાથી થાય છે. ઝિમ્બાબ્વેમાં પીવાના શુદ્ધ પાણીની મોટી સમસ્યા છે. જેના કારણે લોકો અવાર નવાર બિમારીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે.
જાહેર કાર્યક્રમોમાં 50 લોકો સુધી મર્યાદિત
મેનિકેલેન્ડ અને માસવિન્ગો પ્રાંતના સૌથી વધુ કોલેરાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અંતિમ સંસ્કારમાં જવા પર લોકોની સંખ્યા 50 સુધી મર્યાદિત કરવામાં આવી છે સરકારે કહ્યું છે કે, લોકોએ એકબીજા સાથે હાથ ન મિલાવવો જોઈએ અને અગ્નિસંસ્કારના પ્રસંગે ભોજન પીરસવું જોઈએ નહીં. આ સાથે લોકોએ ખુલ્લા બજારોમાં ન જવું જોઈએ, ન તો સામાજિક કાર્યક્રમોમાં જવું જોઈએ. જેનેલઇ તંત્ર ખડે પગે ફરજ બજાવી રહી છે. ઝિમ્બાબ્વનું આરોગ્ય તંત્ર પણ કામે લાગ્યું છે. દિવસેને દિવસે વધતા પાણી જન્ય રોગો જેણે લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. જેના પરિણામે રોગચાળો વધવા લાગ્યો છે. તેથી સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સચેત કર્યા છે.