જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. ગઈકાલે એટલે કે, બુધવારે અમેરિકાના તમામ રાજ્યોમાં મતગણતરી બાદ ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીત સામે આવી છે. જ્યારે કમલા હેરિસ આ ચૂંટણીમાં હારી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી વિશ્વના નેતાઓએ હસ્તીઓએ ટ્રમ્પને શુભેચ્છા સંદેશ મોકલી રહ્યા છે. આવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના એવા પહેલા નેતાઓમાંના એક છે જેઓને ફોન કોલ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની જીતની શુભકામના પાઠવી છે. ફોન પર વાતચીત દરમ્યાન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીની પેટ ભરીને વખાણ કર્યા છે. જાણીએ ટ્રમ્પે શું કહ્યું... 



પીએમ મોદી અદભુત વ્યક્તિ છે - ટ્રમ્પ

મળતી માહિતી અનુસાર, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતમાં કહ્યું કે આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતના ખૂબ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે ભારત એક અદ્ભુત દેશ છે અને પીએમ મોદી શાનદાર વ્યક્તિ છે.


પીએમ મોદી અને ભારત સાચા મિત્રો છે - ટ્રમ્પ

 અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને પોતાના સાચા મિત્ર માને છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી એ વિશ્વના નેતાઓમાંના એક છે જેમની સાથે ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બાદ સૌથી પહેલા વાત કરી હતી.


વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી કે, તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. પીએમ મોદીએ લખ્યું- "મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. તેમની મોટી જીત પર તેમને અભિનંદન. ફરી એકવાર ટેક્નોલૉજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવા માટે આતૂર છીએ." સાથે મળીને કામ કરવાનું છે.”

  • Follow us on: