અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી વર્ષ-2024ના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવીને ઈતિહાસ રચ્યો છે. વર્ષ-2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર ડોનાલ્ડ ટ્રમ્પનું રાજકીય જીવન ઉથલપાથલ અને વિવાદોથી ભરેલું રહ્યું છે. તેમના રાજકીય જીવનને દરેક વ્યક્તિ જાણે છે.
ઇવાના સાથે પ્રથમ લગ્ન
ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946ના રોજ ન્યૂયોર્કમાં ખૂબ જ ધનિક પરિવારમાં થયો હતો. ટ્રમ્પની પહેલી પત્નીનું નામ ઈવાના હતું. બંને પહેલીવાર વર્ષ-1976માં મળ્યા હતા અને તે જ વર્ષે લગ્ન પણ કરી લીધા હતા. ઈવાના મૂળ ચેકોસ્લોવેકિયન હતી અને અમેરિકા આવી હતી. તે સમયે ટ્રમ્પ પણ પોતાનો બિઝનેસ બનાવી રહ્યા હતા. ટ્રમ્પ અને ઇવાનાને ત્રણ બાળકો હતા, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, ઇવાન્કા ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ. ટ્રમ્પ અને ઇવાનાના લગ્ન એક દાયકા કરતાં વધુ સમય સુધી ચાલ્યા. જો કે, તેઓને મોડલ માર્લા મેપલ્સ અને ટ્રમ્પ વચ્ચેના અફેરની જાણ થયા બાદ તેમના લગ્નજીવનમાં તિરાડ પડી હતી. ટ્રમ્પ અને ઈવાનાએ વર્ષ-1990માં છૂટાછેડા લીધા હતા. જુલાઇ-2022માં ઇવાનાનું અવસાન થયું હતું.
મેપલ્સ સાથે બીજા લગ્ન
પોતાની પ્રથમ પત્ની ઈવાનાથી અલગ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોડલ માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન લગભગ 3 વર્ષ સુધી ચાલ્યા. વર્ષ-1993માં, ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્લા મેપલ્સને એક પુત્રી હતી, જેનું નામ દંપતીએ ટિફની રાખ્યું હતું. જો કે, મે 1997 સુધીમાં, ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્લા મેપલ્સે છૂટાછેડા લઈ લીધા હતા.
મેલાનિયા સાથે ત્રીજા લગ્ન
મોડલ માર્લા મેપલ્સથી અલગ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમય સુધી એકલા ન રહી શક્યા. મોડલ મેલાનિયા તે સમયે ફેશન જગતમાં ઘણી ફેમસ થઈ ગઈ હતી. ટ્રમ્પ અને મેલાનિયા એક પાર્ટી દરમિયાન મળ્યા હતા. ત્યારે મેલાનિયા 28 વર્ષની હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ 52 વર્ષની હતી. આ પછી, ટ્રમ્પ અને મેલાનિયા વચ્ચે અફેર ઘણા વર્ષો સુધી ચાલ્યું, જાન્યુઆરી-2005માં, ટ્રમ્પ અને મેલાનિયાએ લગ્ન કર્યા હતા. ટ્રમ્પ અને મેલાનિયાને બેરોન ટ્રમ્પ નામનો પુત્ર છે.