પાડોશી દેશ પાકિસ્તાન પોતાની બુરી મનસાથી કદી છોડવાનું નથી. પાકિસ્તાનના કરતારપુરમાં જવા માટે શીખ તીર્થયાત્રીઓને ગુરુ નાનક જયંતી પ્રસંગે અમેરિકી ડોલર લાવવાની અપીલ કરી છે. જેને લઈ પાકિસ્તાને ત્રણ હજાર શીખ તીર્થયાત્રીઓને જ વીઝા આપ્યા છે. બીજા એક હજારના વીઝા નકારી દીધા છે. દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશને આગામી 14થી 23 નવેમ્બરે પાકિસ્તાનમાં આયોજિત થનારા ગુરુનાનક જયંતી સમારોહમાં સામેલ થવા શિખ શ્રદ્ધાળુઓને વીઝા આપ્યા છે. પાકિસ્તાન હાઈ કમિશને સોશિયલ મીડિયા હેંડલ એક્સ પર પોસ્ટ મૂકીને આ વાતની જાણકારી આપી છે.
પાકિસ્તાનમાં આવેલા કરતારપુરમાં શીખ ભાવિકો દર્શને જાશે
પાકિસ્તાનમાં પ્રવાસ દરમિયાન શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા જન્મસ્થાન અને દરબાર સાહિબ સહિત ઘણા મુખ્ય ગુરુદ્વારાઓમાં શીશ ઝૂકાવશે. પાકિસ્તાનમાં કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબ શીખ સમુદાય માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે, આને ગુરુ નાનકને શ્રદ્ધાંજલી પાઠવવા બનાવવામાં આવ્યું હતું. જેને વર્ષ-1515માં કરતારપુર શહેરની સ્થાપના કરી હતી. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય શીખ તિર્થયાત્રીઓ ગુરુનાનક જયંતી પ્રસંગે પાકિસ્તાન જઈને દર્શન કરતા હોય છે.
અમેરિકી ડોલર લાવવા કરી અપીલ
પાકિસ્તાન સરકારે શીખ તીર્થયાત્રિકોને કરન્સીને લઈ અગત્યની સૂચના આપી હતી. કરન્સી એક્સચેંજમાં સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાને શીખ ગુરુદ્વારા પ્રબંધન કમિટીના માધ્યમથી ભારતીય શીખોને કહ્યું કે તેઓ ભારતીય રૂપિયા લાવવા કરતાં અમેરિકી ડોલરમાં પૈસા લઈને પાકિસ્તાન આવે.
ઉલ્લેખનીય છે કે, ગુરુ નાનક જયંતી એ શીખ સમુદાયનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. આ વર્ષે ગુરુ નાનક જયંતી 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે.
પાકિસ્તાને 1 હજાર અરજીઓ ફગાવી
જ્યાં પાકિસ્તાન હાઈ કમિશને રવિવારે 3 હજાર શીખ શ્રદ્ધાળુઓ માટે વીઝા જાહેર કર્યા છે. આ પહેલા 10 નવેમ્બરના રોજ પાકિસ્તાન હાઈ કમિશને 2 હજાર 244 અરજદારોમાંથી 1 હજાર 481 ને વીઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો. અરજદારોનો અસ્વીકાર ખાસ કરીને દુઃખદાયક છે. જો કે હવે પાકિસ્તાને 3000 અરજદારો માટે વીઝા ઈશ્યૂ કર્યા છે.