• બ્રિટનમાં હિન્દુ પૂજારી સાથે પોલીસનું અમાનવીય વર્તન
  • પોલીસે પૂજારીને ધક્કો મારીને અભદ્ર વર્તન કર્યાનો આરોપ 
  • ઈમરજન્સી કર્મી પર હુમલો કરવાના આરોપીમાં પૂજારીની ધરપકડ

બ્રિટનમાં પણ હિન્દુ સમુદાય ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન બ્રિટનની પોલીસે હિન્દુ પૂજારી સાથે અમાનવીય વર્તન કરીને તેમને ધક્કો માર્યો હતો. બ્રિટન પોલીસે જોકે પોતાની સફાઈમાં કહ્યુ છે કે, ઈમરજન્સી કર્મચારી પર હુમલો કરવાના આરોપીમાં 55 વર્ષીય વ્યક્તિ એટલે કે પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. 

ગણેશોત્સવની ઉજવણી દરમિયાન બ્રિટનની પોલીસે હિન્દુ પૂજારી સાથે અમાનવીય વર્તન કરીને તેમને ધક્કો માર્યો હોવાનો વીડિયો સોસશિય મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ભારતીય સમુદાયના લોકો અને પોલીસ અધિકારી વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. પોલીસનુ કહેવુ છે કે, ધાર્મિક ઉત્સવ ઉજવવા માટે મંજૂરી લેવામાં આવી હતી પણ સોમવારે એક શોભાયાત્રા વગર પરવાનગીએ કાઢવામાં આવી હતી. જેના કારણે પોલીસે ત્યાં પહોચીને લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

તે સમયે એક ઈમરજન્સી વર્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ તેને મુકત પણ કરી દેવાયો છે. જોકે પોલીસ દ્વારા હજી પણ મામલાની તપાસ ચાલી રહી છે. જોકે પોલીસ પર હિન્દુ સમુદાયે પૂજારીને ધક્કો મારીને અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે, ગણેશોત્સવ દરમિયાન પોલીસે વિઘ્ન નાંખ્યુ હતુ. પોલીસના સાર્જન્ટ એડમ અહેમદે હિન્દુ પૂજારીને ધક્કો માર્યો હતો. 

  • Follow us on: