• ઇજિપ્તમાં અનેક કાર એકબીજા સાથે અથડાતા દુર્ઘટના
  • 60 લોકોથી વધુ ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • કારમાંથી ઓઈલ લીકેજ થતા અકસ્માત થયાની વિગત

ઇજિપ્તમાં અનેક કાર એકબીજા સાથે અથડાતા તમામ કારનું કચ્ચરઘાણ થયું છે. મળતી માહિતી મુજબ ઈજીપ્તના બેહેરામાં અનેક વાહનો એકબીજા સાથે અથડાતા 28 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 60 લોકોથી વધુ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ  ઇજિપ્તમાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બેહેરામાં રોડ પર એક સાથે અનેક વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બેહેરા પ્રાંતથી લગભગ 132 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.


બેહેરા પ્રાંતથી લગભગ 132 કિલોમીટર દૂર હાઇવે પર વાહનો એકબીજા સાથે અથડાયા પછી એક કારમાંથી પેટ્રોલ લીક થવા લાગ્યું ત્યારબાદ કેટલાક વાહનોમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં 60થી વધુ લોકોના ઇજાગ્રસ્ત થયા છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.



  • Follow us on: