• સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ સ્ટેન્ડબાય એગ્રીમેન્ટને IMFની મંજૂરી મળવી બાકી
  • IMFની મીટિંગ જુલાઈમાં થશે અને ત્યારે લેવાશે નિર્ણય
  • 3 અબજ ડોલરનું ફંડિંગ 9 મહિનાથી વધારે સમયની રાહત આપશે

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ જેઓ ગત દિવસોમાં ફ્રાન્સની રાજધાની પેરિસ ગયા હતા અને મદદ માટે વિનંતી કરી હતી, તેમની અપીલ આખરે ફળીભૂત થઈ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વતી પાકિસ્તાન સાથે સ્ટેન્ડબાય કરાર કરવામાં આવ્યો છે. આ સમજૂતી બાદ પાકિસ્તાનને ત્રણ અબજ ડોલરની મદદ મળશે. આ જાણકારી IMFના એક્ઝિક્યુટિવ ઓફિસર નાથન પોર્ટરે આપી છે. IMFએ 3 જુલાઈ, 2019ના રોજ પાકિસ્તાન માટે 21મી લોનને મંજૂરી આપી હતી. આ કાર્યક્રમ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો હતો. આ નવી જાહેરાતથી પાકિસ્તાનના કંગાળ બનવાનો ખતરો ટળી ગયો છે.

બોર્ડની મંજૂરી બાકી છે

આ 3 બિલિયન ડોલરને સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ સ્ટેન્ડબાય એગ્રીમેન્ટને IMF બોર્ડ દ્વારા મંજૂર કરવાનું બાકી છે. આ જાહેરાતથી પાકિસ્તાનને મોટી રાહત મળી છે, જે ડિફોલ્ટની આરે હતું. દેશ હાલમાં ચૂકવણી સંતુલનની ગંભીર કટોકટી અને વિદેશી હૂંડિયામણના ભંડાર ઘટવાથી ઝઝૂમી રહ્યો છે. IMF અધિકારી નાથન પોર્ટરે જણાવ્યું હતું કે, નવો સ્ટેન્ડબાય એગ્રીમેન્ટ પાકિસ્તાનના 2019ના એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી-સપોર્ટેડ પ્રોગ્રામ પર આધારિત છે, જે જૂનના અંતમાં સમાપ્ત થાય છે. જુલાઈમાં IMF બોર્ડની બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં એ જાણવામાં આવશે કે ડીલને મંજૂરી મળશે કે નહીં.


પાકિસ્તાન સામે પડકારો

આઈએમએફની તરફથી મળેલું ત્રણ અબજ ડોલરનું ભંડોળ જે નવ મહિનાથી વધુ સમયનું છે, તે પાકિસ્તાન માટે મોટી રાહત છે. વર્ષ 2019માં $6.5 બિલિયનનો લોન પ્રોગ્રામ મંજૂર કરવામાં આવ્યો હતો. હવે આમાંથી $2.5 બિલિયનની રકમ મળવાની બાકી છે. IMFના અધિકારી નાથન પોર્ટરે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને હાલના સમયમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ પડકારોમાં ગયા વર્ષના વિનાશક પૂર અને યુક્રેનમાં યુદ્ધ બાદ આવશ્યક ખાદ્ય ચીજોના વધતા ભાવનો સમાવેશ થાય છે.

નાણામંત્રીએ નિવેદન આપ્યું હતું

તેમણે કહ્યું કે આયાત અને વેપાર ખાધ ઘટાડવાના સત્તાવાળાઓના પ્રયાસો છતાં સ્ટોકપાઈલ્સ ખૂબ જ નીચા સ્તરે આવી ગયા છે. આ પડકારોને જોતાં નવી વ્યવસ્થા આગામી સમયમાં બહુપક્ષીય અને દ્વિપક્ષીય ભાગીદારો તરફથી નાણાકીય સહાય માટે એક માળખું પ્રદાન કરશે. ગુરુવારે નાણા પ્રધાન ઇશાક ડારે પણ કહ્યું હતું કે IMF સાથે મુખ્ય બેલઆઉટ ડીલ માટે સ્ટાફ-સ્તરનો કરાર લગભગ પૂર્ણ થઈ ગયો છે. આગામી 24 કલાકમાં તેની જાહેરાત થવાની ધારણા છે.

  • Follow us on: