ઈરાને મંગળવારે રાત્રે ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. આ હુમલા પછી તરત જ ઈઝરાયલના વડાપ્રધાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી અને IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ)એ લેબનોનમાં તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. ઈરાનના હુમલાનો ઈઝરાયલે હજુ સુધી સીધો જવાબ આપ્યો નથી, પરંતુ ઈઝરાયલે હમાસ અને હિઝબુલ્લાને મોટી ઈજાઓ પહોંચાડીને ઈરાન સામે બદલો લેવાનું શરૂ કરી દીધું છે.
લેબનોનમાં IDFનું ગ્રાઉન્ડ ઓપરેશન
ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લા વિરુદ્ધ યુદ્ધ તેજ કરી દીધું છે. લેબનોનમાં IDFના ગ્રાઉન્ડ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 80 હિઝબુલ્લાના લડવૈયાઓના મોત થયા છે. તેમજ 150થી વધુ ઠેકાણાઓ નાશ પામ્યા છે. આ સમય દરમિયાન ઈઝરાયલના હુમલામાં નસરલ્લાહના જમાઈનું મોત થયું છે, એટલું જ નહીં પરંતુ હિઝબુલ્લાના ચીફના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નસરાલ્લાહના ઉત્તરાધિકારીને બનાવ્યો નિશાન?
ઈઝરાયલે હિઝબુલ્લાહ ચીફના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનના મોતનો દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ બેરૂતમાં થયેલા તાજેતરના હુમલામાં હાશેમ સફીઉદ્દીનનું મોત થયું છે. મીડિયા અહેવાલ મુજબ આ હુમલામાં સફિદીન સુરક્ષિત છે. હાશેમ સફીઉદ્દીન હિઝબુલ્લાની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા અને જેહાદ કાઉન્સિલના સભ્ય છે. હાશેમ સંસ્થાની રાજકીય બાબતોને સંભાળવા માટે પણ જવાબદાર છે. તે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ છે અને નસરલ્લાહની જેમ તે કાળી પાઘડી પહેરે છે.
નસરલ્લાહના જમાઈ હસનની હત્યા
ઈઝરાયલની સેનાએ સીરિયાની રાજધાની દમિશ્ક નજીક હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહના જમાઈ હસન કાસિરને મારી નાખ્યો છે. હસનનું મોત એવા સમયે મોટો ફટકો છે જ્યારે સંગઠનમાં મોટા નેતાઓની જરૂર છે. હસનને રહેણાક વિસ્તારમાં હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો. હસનના પરિવારની ઈઝરાયલ સાથે લાંબા સમયથી દુશ્મની છે. 1982ના લેબનોન યુદ્ધ દરમિયાન હસનનો મોટો ભાઈ અહેમદ કાસીર વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે તાયર ખાતેના ઈઝરાયલ બેઝમાં પ્રવેશ્યો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીએ અહેમદ કાસિરના આત્મઘાતી હુમલાને ફતવા દ્વારા સુરક્ષિત કર્યા, જેના પછી તેને હિઝબુલ્લાહનો પ્રથમ 'શહીદ' માનવામાં આવે છે.
IRGCના ટોપના કમાન્ડરનું મોત
ઈઝરાયલની સેના લેબનોન તેમજ યમન અને સીરિયામાં રેજિસ્ટેન્સ ગ્રુપના કેટલાક ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યી છે. આ દરમિયાન ગુરુવારે સીરિયામાં ઈઝરાયલના હુમલામાં IRGCનો ટોપનો કમાન્ડરનું મોત થયું હતું. કમાન્ડર મજિદ દિવાની સીરિયામાં IRGCના સૈન્ય સલાહકાર તરીકે તૈનાત હતા, તે દમિશ્કની બહાર ઈઝરાયલના હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું.
હિઝબુલ્લાના નેતા મહમૂદ યુસુફ અનીસીનું મોત
IDFએ હિઝબુલ્લાના વરિષ્ઠ સદસ્ય મહમૂદ યુસુફ અનીસીની હત્યા કરવાનો પણ દાવો કર્યો છે. IDF અનુસાર મહમૂદ લેબનોનમાં હિઝબુલ્લાની ગાઇડેડ મિસાઇલ મેન્યુફેક્ચરિંગ ચેઇનમાં સામેલ હતો. અનીસી લગભગ 15 વર્ષ પહેલા સંગઠનમાં જોડાયો હતો અને લેબનોનમાં હિઝબોલ્લાના PGM કેમ્પેનના નેતાઓમાંનો એક છે. યુસુફ અનીસી પાસે હથિયારના ઉત્પાદન સંબંધિત તકનીકી ક્ષમતાઓનું ઉત્તમ જ્ઞાન હતું. IDFએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, મહમૂદ યુસુફ અનીસીનું એક હુમલામાં મોત થયું છે.
હમાસ આતંકવાદી અઝીઝ સાલહાનું મોત
ઈઝરાયલની સેનાએ પણ આતંકવાદી અઝીઝ સાલહાને માર્યો હોવાનો દાવો કર્યો છે. IDF અનુસાર અઝીઝ સાલહા એ જ વ્યક્તિ છે જે ઓક્ટોબર 2000માં મધ્ય ગાઝામાં થયેલી રામલ્લાહ લિંચિંગમાં સામેલ હતો. આ ઘટનામાં બે લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી આ ઘટના સાથે સંબંધિત સાલહાની એક તસવીર પણ સામે આવી હતી. જેમાં તે લિંચિંગ સ્થળ પર હાજર હતો અને બારીમાંથી હાથ હલાવતો જોવા મળ્યો હતો. તસવીરમાં અઝીઝ સાલહાના હાથમાં બ્લડ જોવા મળ્યું હતું. તે જુડિયા અને સામરિયા સહિત હમાસની ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.













