• ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના હવાઇ હુમલામાં હજારો લોકોના મોત
  • ઈઝરાયેલની સેના પર રેડ લાઇન ક્રોસ કરવાનો ઈરાનનો આરોપ
  • હમાસ દ્વારા કરાયેલા હુમલા બાદ ઈઝરાયેલે જવાબી કાર્યવાહી યથાવત 

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધનો 23મો દિવસ છે. આ યુદ્ધ દરમિયાન બંને તરફથી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધની વચ્ચે હવે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલની સેના પર રેડ લાઇન ક્રોસ કરવાનો આરોપ લગાવ્યો છે.

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે જવાબી કાર્યવાહી યથાવત છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ રવિવારે ઈઝરાયલી દળોને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અન્ય દેશો દ્વારા સંભવિત હસ્તક્ષેપ અંગે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, ઈઝરાયેલે 'રેડ લાઇન' ક્રોસ કરી છે. વોશિંગ્ટન અમને કંઈ ન કરવાનું કહે છે, પરંતુ તેઓ ઈઝરાયેલને સમર્થન આપવામાં કોઇ કરકસર રાકવાનું બાકી રાખતા નથી.

ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોમાં થયા હવાઇ હુમલા

રાયસીએ શનિવારે રાત્રે અલ-જઝીરા સાથેની મુલાકાતમાં આવી જ ટિપ્પણી કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ગાઝામાં ઘૂસેલા ઈઝરાયેલી દળોને યુદ્ધમાં સફળતા મલી નથી અને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તે જ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે રવિવારની સવાર સુધી ઇઝરાયેલી દળો શુક્રવારે રાત્રે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી પીછેહઠ કરી ન હતી. પેલેસ્ટિનિયન મીડિયાએ ગાઝા પટ્ટીની આસપાસના અનેક સ્થળોએ અથડામણની જાણ કરી હતી.

ઈરાનના હુમલામાં અમેરિકાએ આપ્યો જડબાતોડ જવાબ

રાષ્ટ્રપતિ રાયસીએ કહ્યું કે આ ક્ષેત્રમાં ઈરાની પ્રોક્સીઓ સ્વતંત્ર છે અને તેઓને તેહરાન તરફથી ઓર્ડર મળતા નથી. રાયસીએ એમ પણ કહ્યું કે ઈરાની પ્રોક્સીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ ઈરાનને યુનાઈટેડ સ્ટેટ્સ તરફથી મળેલા સંદેશાઓના જવાબ તરીકે કરવામાં આવ્યા હતા. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને શુક્રવારે જાહેરાત કરી હતી કે યુએસ સૈન્ય દળોએ 27 ઓક્ટોબરે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને સંલગ્ન આતંકવાદી પ્રોક્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પૂર્વ સીરિયામાં બે સુવિધાઓ પર હુમલો કર્યો હતો.


  • Follow us on: