ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાન પર ખતરનાક હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈરાનના સૈન્ય મથકો સહિત તેહરાન અને આસપાસના શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. હવે મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીધા યુદ્ધની શક્યતા પ્રબળ બની છે. ગઈકાલે રાત્રે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર, ઈરાનની રાજધાની તેહરાન નજીક ઓછામાં ઓછા પાંચ જોરદાર વિસ્ફોટ સંભળાયા.
હિઝબુલ્લાહ ચીફના મોત બાદ ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડી હતી
નોંધનીય છે કે હિઝબુલ્લાહ ચીફના મોત બાદ ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડી હતી. જે બાદ ઈઝરાયલ પણ જવાબી કાર્યવાહી કરશે તેવી દહેશત હતી. ઇઝરાયેલની સેના IDFએ આ હુમલાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું છે કે ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ હુમલાથી ઈરાનને કેટલું નુકસાન થયું છે? આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી.
IDFએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈરાન તરફથી સતત હુમલાના જવાબમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ ઈરાની સૈન્ય લક્ષ્યો પર હુમલો કરી રહી છે. બીજી તરફ ઈરાનની તસ્નીમ એજન્સીએ જણાવ્યું કે રાજધાની તેહરાનમાં સ્થિતિ સામાન્ય છે.
IDFએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈરાન તરફથી સતત હુમલાના જવાબમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ ઈરાની સૈન્ય લક્ષ્યો પર હુમલો કરી રહી છે
આ હુમલાથી ઈરાનને કેટલું નુકસાન થયું છે? આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. આ દરમિયાન ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન તેહરાનના ઈમામ ખોમેની એરપોર્ટ પર આવેલું છે. ફ્લાઇટ સેવા રાબેતા મુજબ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર ઈઝરાયેલે તેહરાનમાં ત્રણ ટાર્ગેટ પર હુમલો કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના એર ડિફેન્સે ઈઝરાયેલના તમામ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા.
ઈરાક, સીરિયા અને લેબનોનમાં વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAનું કહેવું છે કે સેન્ટ્રલ તેહરાનમાં તોપમારાના અવાજ સંભળાઈ રહ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના હેડક્વાર્ટર નજીક વિસ્ફોટના અહેવાલો પણ છે. ઈરાનની સાથે સાથે ઈરાક, સીરિયા અને લેબનોનમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. ઇરાકે આગામી સૂચના સુધી તમામ એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે તે ઈરાન પર ઈઝરાયેલના હુમલાથી વાકેફ છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
બાઇડેનને માહિતી આપી હતી
ઈઝરાયેલનો હુમલો ચાલુ છે. તેહરાન તેમજ ખુઝેસ્તાન પ્રાંતના અહવાઝ અને અબાદાનના દક્ષિણ-પશ્ચિમ શહેરોમાં વિસ્ફોટ થયાના સમાચાર છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ બાઇડેનને આ અંગે જાણકારી આપવામાં આવી છે અને તેઓ ઇઝરાયેલના જવાબી હુમલા પર નજીકથી નજર રાખી રહ્યા છે.