હમાસ ચીફ યાહ્યા સિનવારના મોત બાદ IDFએ 6 ઓક્ટોબરે તેમના પરિવાર સાથે તેમના ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં તે પોતાના પરિવાર સાથે ગાઝામાં એક સુરંગમાં જતા જોઈ શકાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ IDFના અરબી પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અવિચાય આદ્રેઈએ દાવો કર્યો હતો કે, ફૂટેજમાં હમાસના ભૂતપૂર્વ નેતા યાહ્યા સિનવારની પત્ની $32,000ની કિંમતની બર્કિન બેગ ધરાવે છે.
અવિચાય આદ્રેઈએ ટ્વીટમાં સ્ક્રીનશોર્ટ શેર કર્યા
અવિચાય અદ્રેઈએ X પર લખ્યું કે, "જ્યારે ગાઝાના રહેવાસીઓ પાસે ખાવા માટે પૈસા નથી, ત્યારે અમે યાહ્યા સિનવાર અને તેની પત્નીના પૈસા માટેના પ્રેમના ઘણા ઉદાહરણો જોઈ રહ્યા છીએ," . તેણે એક સ્ક્રીનશોર્ટ પણ પોસ્ટ કર્યો જેમાં તેની પત્નીને બિર્કિન બેગ પકડેલી બતાવવામાં આવી છે અને બીજી બાજુ તેણે બિર્કિન બેગનો ફોટો શેર કર્યો છે. અદ્રેયીએ પોસ્ટમાં પૂછ્યું કે, "શું સિનવારની પત્ની 6 ઓક્ટોબરે સુરંગમાં તેની સાથે બિર્કિન બેગ સાથે હતી, જેની કિંમત 32,000 ડોલર છે?"
ત્રણ અબજ ડોલરની સંપત્તિ
મોત પહેલાં સિનવારની અંદાજિત સંપત્તિ ત્રણ અબજ ડોલર હોવાનું કહેવાય છે. ઈઝરાયલની સેનાની કાર્યવાહીમાં તેનું મોત થયા પછી પણ તેની પાસે હજારો શેકેલ મળી આવ્યા હતા. ઈઝરાયલની સેનાનો દાવો છે કે, સિનવાર છેલ્લા એક વર્ષથી ગાઝાની એક સુરંગમાં રહેતો હતો અને ગાઝામાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સિનવરની પત્ની કોણ છે?
હમાસના નેતાએ નવેમ્બર 2011માં તેનાથી 18 વર્ષ નાની ઉંમરની સમર મુહમ્મદ અબુ ઝમર સાથે લગ્ન કર્યા હતા, તેમના ત્રણ બાળકો છે. જુલાઇમાં ઇરાનની રાજધાની તેહરાનમાં ઇઝરાયેલ દ્વારા કથિત રીતે ઇસ્માઇલ હાનિયાની હત્યા કરવામાં આવ્યા બાદ સિનવારે હમાસ ચીફ બન્યા હતા. શનિવારે હમાસ દ્વારા સિનવારના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ હમાસના આગામી નેતાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. સાથે જ નેતન્યાહુએ કહ્યું છે કે, જ્યાં સુધી બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાઝામાં યુદ્ધ ચાલુ રહેશે.