ઈઝરાયલ અત્યારે ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. આવામાં રવિવારે બપોરે ઉત્તરી ગાઝામાં એક શરણાર્થી શિબિરને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોનાં મોત થયા હતા, જ્યારે ડઝોનો ઈજાગ્રસ્ત થયા છે. ગાઝા શહેરના અલ-અહલી હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, મૃતકોમાં નવ મહિલા સામેલ છે. ઈઝરાયલના મિસાઈલ હુમલામાં હજી મોતનો આંકડો વધી શકે છે.


ઈઝરાયલના હુમલામાં ઈમારતો ખંડેર બની

ઈઝરાલી સૈન્યએ કરેલા હુમલામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલે આ હુમલો જબાલિયા શહેરના શરણાર્થી શિબિરને ટાર્ગેટ કર્યો હતો. હુમલા અંગે ઈઝરાયલી સૈન્યએ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા નથી કરી. આમ છતાં પેલેસ્ટાઈન તબીબોએ જણાવ્યું હતું કે, રવિવારે ઉત્તરી ગાઝા પટ્ટીમાં જબાલિયામાં એક ઘર પર હુમલો કરાયો. આ હુમલામાં ડઝન લોકો માર્યા ગયા અને ઈજાગ્રસ્ત થયા હતા.

ધાબળામાં મૃતદેહોને લપેટવામાં આવ્યાં

સોશિયલ મીડિયામાં પર જોવા મળતા એક ડઝનથી વધુ મૃતદેહોને ધાબળામાં લપેટવામાં આવ્યા છે. એક હોસ્પિટલમાં જમીન પર મૂકવામાં આવેલા દેખાઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે ઈમારત પર ઈઝરાયલે મિસાઈલો ઝીંકી તેમાં ઓછામાં ઓછા 30 લોકો વસવાટ કરતા હતા. જો કે, બાદમાં સત્તાવાર રીતે મોતનો આંક 32 જણાવવામાં આવ્યો હતો. 

  • Follow us on: