એક સમય હોત જ્યારે કજોડાંને અભિશાપ મનાતો હતો. પણ આજના સમયમાં લોકો પોતાની મરજીથી આવી વ્યકિત સાથે પ્રેમ સંબંધ રાખે છે અથવા લગ્ન કરી લેતા હોય છે જે ઉંમરમાં તેના કરતાં વધુ મોટા અથવા નાના હોય છે. તમે પણ આવા ઘણા દંપતીઓ અંગે સાંભળ્યું હશે. જેની એજ ગેપ ખૂબ વધુ હોય છે. આવું જ કંઈક ઓસ્ટ્રેલિયાની યુવતી સાથે બન્યું છે. જેના પ્રેમીને લઈ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ યુવતી ઓસ્ટ્રેલિયા દેશના મેલબોર્ન શહેરમાં રહે છે અને માત્ર 29 વર્ષની છે. આ યુવતીનું નામ છે નોવા હોથોન. નોવા એક કન્ટેન્ટ ક્રિએટર અને અભિનેત્રી છે.


તાજેતરમાં નોવા નામના આ યુવતી તેના યૂ-ટયૂબના એક રિયાલિટી શો પર પોતાની લવ સ્ટોરી અંગે વાત કરી હતી. તેને જણાવ્યું તે તેનો પ્રેમી એક 63 વર્ષનો એક સીનિયર સિટીઝન છે અને તે એનાથી 34 વર્ષ મોટો છે. નોવાનો પ્રેમી તેને હંમેશા કપડાં અને દાગીના અપાવે છે. જેને જોઈ લોકો તેને ટ્રોલ કરે છે, અને જણાવે છે કે, માત્ર પૈસા માટે આ યુવતી તેની સાથે છે. પરંતુ યુવતીએ તાજેતરમાં જ એક નિવેદમાં કહ્યું કે, તેનો પ્રેમ સાચો છે. યુવતી માને છે કે, બંનેની ઉંમરમાં 34 વર્ષનો તફાવત છે, પરંતુ તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો.

યુવતી-વૃદ્ધે કહ્યું, ‘’અમારો પ્રેમ સાચો છે’’

નોવાએ કહ્યું કે, ‘’હવે જ્યારે તે જેમ્સ સાથે ક્યાંક બહાર જાય છે, તો લોકો તેને ખરાબ નજરથી જુએ છે અને તેને એક એવી સ્ત્રી માને છે જે ખોટું કામ કરે છે. પરંતુ તેઓ આ બાબતોની પરવા કરતા નથી. તે હવે જેમ્સના પ્રેમમાં છે.’’ જેમ્સ એમ પણ કહે છે કે, ‘’પહેલા તેમની વચ્ચેનો સંબંધ ફક્ત તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે હતો, પરંતુ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બની ગયા.’’ શરૂઆતમાં નોવાના પરિવારને પણ આ ખૂબ જ વિચિત્ર લાગ્યું, પરંતુ પછી તેઓએ તેમના સંબંધોનો સ્વીકાર કરી લીધો છે.

નોવા જેમ્સને માત્ર પૈસા માટે મળી હતી

આ 29 વર્ષીય યુવતી નોવાએ જણાવ્યું કે તે 5 વર્ષ પહેલા જેમ્સ સાથે સુગર ડેડી વેબસાઇટ પર મળી હતી. જ્યારે કોઈ યુવતી માત્ર પૈસા અને તેની સંપત્તિ માટે મોટી ઉંમરના પુરુષ સાથે પ્રેમમાં પડે છે અને તેના બદલામાં તે પુરુષ સાથે રોમાંસ કરે છે, ત્યારે તે માણસને સુગર ડેડી કહેવામાં આવે છે. નોવાએ જણાવ્યું કે તે સમયે જેમ્સ તેના પર ઘણા પૈસા ખર્ચતો હતો. તે તેને મોંઘા કપડાં, ઘરેણાં વગેરે આપતો હતો. તેણે નોવાના કન્ટેન્ટ ક્રિએશન બિઝનેસમાં 3 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં, નોવાને ફક્ત તેના પૈસાથી જ પ્રેમ હતો, પરંતુ સમય જતાં તે જેમ્સને પણ પ્રેમ કરવા લાગી છે.


  • Follow us on: