ઈઝરાયલ અત્યારે હમાસ, હિઝબુલ્લા અને બીજા ઘણા મોરચે. યુદ્ધમાં છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલની સેનાએ લેબેનોન અને ગાઝામાં તાબડતોબ હુમલો કરી ઘણા ઠેકાણાએ બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં બે સ્થળો પર 70થી વધુ લોકોનાં મોત થયા છે. ઈઝરાયલી સૈન્યના દાવા પ્રમાણે આ હુમલામાં હમાસ અને હિઝબુલ્લાના ઘણા ઠેકાણાઓને ધ્વસ્ત કરી ઘણા બધા આતંકવાદીઓનો ખાત્મો બોલાયો હતો.
ઈઝરાયલ દ્વારા આ હુમલાઓ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે તે વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે જેને તેણે રહેણાક ક્ષેત્ર તરીકે જાહેર કર્યા હતા. લેબેનોને પણ આવો જ આરોપ લગાવ્યો હતો કે ઈઝરાયલે કોઈપણ ચેતવણી વિના હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા.
ગાઝામાં 46 લોકોનાં મોત થયા
ગાઝામાં ઈઝરાયલી સેનાના હવાઈ હુમલામાં 46 લોકોનાં મોત થયા છે. પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયેલી સેનાએ કાફેટેરિયા પર હુમલો કર્યો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. આ કાફેટેરિયા ઈઝરાયલ દ્વારા જાહેર કરાયેલ માનવતાવાદી ઝોનમાં હતું.
ગાઝાના બીત હનુન શહેરમાં એક ઘરને નિશાન બનાવીને ઈઝરાયલી હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં એક જાણીતી વ્યકિતની પણ મોત થયું હતું. ગાઝામાં જ અન્ય હુમલામાં 20 માર્યા ગયા હતા.
ઈઝરાયલ પર હિઝબુલ્લાહનો હુમલો
ગત રોજ હિઝબુલ્લાએ ઈઝરાયેલના હૈફામાં એક નર્સરી સ્કૂલ પર ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલા સમયે શાળાના બાળકો ત્યાં હાજર હતા, પરંતુ તે બધા સમયસર બંકરમાં ગયા, જેના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલનું નુકસાન થયું ન હતું. હિઝબુલ્લાહે ઈઝરાયલના નાહયાન શહેર પર પણ મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં 2 લોકોનાં મોત થયા હતા.
લેબેનોનમાં 33 લોકોનાં મોત થયા
આ હુમલાઓ પછી, ઈઝરાયલે હિઝબુલ્લાહ સામે વળતો હુમલો કર્યો હતો અને લેબેનોનમાં તેના અનેક ઠેકાણાઓ પર હુમલો કર્યો. લેબેનોનની રાજધાની બેરૂતમાં હવાઈ હુમલાની કુલ 33 લોકોનાં મોત થયા છે.
લેબેનોનની રાજધાની બેરૂતમાં જ હિઝબુલ્લાહનો ગઢ ગણાતા ડાહ્યાન પર ઈઝરાયલની સેનાએ હુમલો કર્યો હતો. આ હુમલા પહેલા ઈઝરાયલે ચેતવણી જાહેર કરી હતી. આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે આ હુમલામાં હિઝબુલ્લાહની ઘણા ઠેકાણાઓ નષ્ટ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, લેબેનોનમાં ઈઝરાયલના આ બીજા હુમલામાં 11 લોકોનાં મોત થયા છે જે કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વગર કરવામાં આવ્યો હતો.