• એર્દોગને કહ્યું-હમાસ આતંકવાદી સંગઠન નથી
  • એર્દોગનના નિવેદનથી ભડક્યા ઈઝરાયેલી રાજદૂત
  • ઈઝરાયેલી રાજદૂત ગિલાડે એર્દોગનને સાપ કહ્યા

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનના નિવેદન પર સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના રાજદૂત ગિલાદ એર્દાન ભડક્યા છે. તમણે એર્દોગનને સાપ કહ્યા છે.ગિલાડ કહે છે કે સાપ હંમેશા સાપ જ રહેશે. તેમણે એર્દોગન પર યહૂદી વિરોધી હોવાનો પણ આરોપ મૂક્યો અને કહ્યું હતું કે તે સાપ છે અને હંમેશા રહેશે. ગિલાડનું આ નિવેદન એર્દોગનના નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે ઈઝરાયેલને યુદ્ધ અપરાધી ગણાવ્યો હતો.

એર્દોગને હાલમાં જ ઇસ્તંબુલમાં પેલેસ્ટાઇન તરફી રેલીને સંબોધિત કરતી વખતે ઇઝરાયેલને યુદ્ધ અપરાધી અને કબજે કરનાર ગણાવ્યું હતું. પોતાના એક કલાકના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે હમાસ આતંકવાદી સંગઠન નથી. એર્દોગને કેટલાક પશ્ચિમી દેશોની પણ ટીકા કરી હતી કે તેઓ ઈઝરાયલને કોઈપણ શરત વગર સમર્થન આપે છે.

ઈઝરાયેલ યુદ્ધ અપરાધી:એર્દોગન

તેમણે કહ્યું હતું કે અમે આખી દુનિયાને કહીશું કે ઈઝરાયેલ યુદ્ધ અપરાધી છે. અમે આ માટે તૈયારી કરી રહ્યા છીએ. અમે ઇઝરાયેલને યુદ્ધ અપરાધી જાહેર કરીશું. ઈઝરાયેલ 22 દિવસથી ખુલ્લેઆમ યુદ્ધ અપરાધોમાં વ્યસ્ત છે પરંતુ પશ્ચિમી દેશો યુદ્ધવિરામની વાત પણ કરતા નથી. એર્દોગન હમાસને સમર્થન આપવા અને ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના બોમ્બ ધડાકાની નિંદા કરવાના કારણે ઈઝરાયેલે તુર્કીમાંથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાનો નિર્ણય લીધો હતો.

ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું હતું કે તુર્કીના ગંભીર નિવેદનોને કારણે મેં ત્યાંના અમારા રાજદ્વારીઓને પાછા ફરવાનો આદેશ આપ્યો છે.

7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ

7 ઓક્ટોબરે હમાસે ગાઝા પટ્ટીમાંથી 5 હજારથી વધુ રોકેટ ફાયર કરીને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. તે પછી તરત જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી હતી. આ બે સપ્તાહના યુદ્ધમાં ગાઝા પટ્ટી સંપૂર્ણપણે નાશ પામી છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે કે ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે અત્યાર સુધીમાં લગભગ 7 હજાર લોકોના મોત થયા છે.

તે જ સમયે, હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1,400 ઇઝરાયેલ નાગરિકો માર્યા ગયા છે. એટલું જ નહીં, હમાસના લડવૈયાઓએ 200થી વધુ નાગરિકોને બંધક બનાવી રાખ્યા છે. હમાસનો દાવો છે કે ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 50થી વધુ બંધકોના મોત થયા છે.


  • Follow us on: