• ભારતીય સમય અનુસાર આજે સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા
  • ભૂકંપથી સુનામી પેદા થવાની સંભાવના નથી
  • સવારે 6:53 વાગ્યે કર્માડેક ટાપુએ જ ફરીથી ભૂકંપનો અનુભવ કર્યો

ન્યુઝીલેન્ડમાં આજે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. ભારતીય સમય અનુસાર આજે સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર આવ્યો હતો. NCS મુજબ, તેનું કેન્દ્ર જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું. આ ભૂકંપ બાદ ન્યુઝીલેન્ડમાં સુનામીનો કોઈ ખતરો નથી. સિવિલ ડિફેન્સે કહ્યું કે હાલની માહિતીના આધારે, પ્રારંભિક મૂલ્યાંકન એ છે કે ભૂકંપથી સુનામી પેદા થવાની સંભાવના વ્યકત કરાઇ છે.


તો યુએસજીએસ અનુસાર આ ભૂકંપના લગભગ 20 મિનિટ પછી એટલે કે 6:53 વાગ્યે કર્માડેક ટાપુએ જ ફરીથી ભૂકંપનો અનુભવ કર્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 39 કિલોમીટર ઊંડે હતું.

માર્ચમાં પણ ભૂકંપ આવ્યો હતો

ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓ ભૂકંપનું કેન્દ્ર રહે છે. ગયા મહિને ન્યુઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 16 માર્ચે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, આ ભૂકંપ ન્યુઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે 8.56 કલાકે આવ્યો હતો.

ભૂકંપ શા માટે આવે છે?

પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે તે ઘસવામાં આવે છે. એકબીજાની ઉપર ચઢતી અથવા તેમની પાસેથી દૂર જાય છે ત્યારે જમીન હલવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. રિક્ટર સ્કેલનો ઉપયોગ ભૂકંપ માપવા માટે થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપી સેન્ટર પરથી માપવામાં આવે છે. એટલે કે તે કેન્દ્રમાંથી નીકળતી ઊર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાની ઊર્જા બહાર આવી રહી છે. 9 એટલે મહત્તમ. ભયંકર અને વિનાશક લહેર. તેઓ જતાં જતાં નબળા પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 બતાવે છે, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર આંચકો આવે છે.

  • Follow us on: