- મિયા ખલીફાએ માઈક્રોબ્લોગિંગ સાઈટ પર વોકલ સ્ટેટમેન્ટ કર્યું શેર
- એડલ્ટ સ્ટારે પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવવાની વાત કરી
- ઘણાં સેલેબ્રિટીઝ આ મામલે પોતાની પ્રતિક્રિયા કરી ચૂક્યા છે વ્યક્ત
દુનિયાના વિવિધ દેશો ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષને લઈને ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. રાષ્ટ્રનાં વડાઓથી લઈને પ્રખ્યાત હસ્તીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહી છે. એડલ્ટ સ્ટાર મિયા ખલીફાએ માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર પેલેસ્ટાઈનને સમર્થન આપતું વોકલ સ્ટેટમેન્ટ શેર કર્યું છે.
પેલેસ્ટાઈનની તરફેણમાં મિયા
મિયા ખલીફાએ કહ્યું કે "જો તમે પેલેસ્ટાઈનની સ્થિતિ જોઈને પણ પેલેસ્ટાઈનની તરફેણમાં નથી તો તમે રંગભેદની નીતિનાં પક્ષમાં છો અને જ્યારે સમય આવશે ત્યારે ઈતિહાસ આ બતાવશે. મિયાં ખલીફાના આ બોલ્ડ નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના રોકેટ હુમલાને યોગ્ય ઠેરવી રહી છે. તે પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવવાની પણ વાત કરી રહી છે.
મિયાના નિવેદન બાદ નવો વિવાદ
મિયા ખલીફા ઘણીવાર ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષને લઈને પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે. પેલેસ્ટિનિયનોના સમર્થનમાં મિયાના તાજેતરના નિવેદને લેબનીઝ-અમેરિકન મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. ઈન્ટરનેટ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. નેટીઝન્સ તેમના ટ્વિટર એકાઉન્ટ પર મિયાના નિવેદનને લઈને પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે.
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે વર્ષોથી તણાવ
બંને વચ્ચે વર્ષોથી તંગદિલી ચાલી રહી છે અને હજુ સુધી કોઈ નક્કર ઉકેલ ન મળવાને કારણે સ્થિતિ આજે આ તબક્કે પહોંચી છે. તાજેતરની ઘટનાઓએ ફરી એક વાર કાયમી ઉકેલ માટેની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.