• હમાસના અધિકારીઓ સાથે કતાર સંપર્કમાં
  • ઈઝરાયલના સૈન્ય તરફથી લેવાઈ રહ્યા છે પગલાં
  • 2500થી વધારે લોકો ઈજાગ્રસ્થ થતા હાલ બેહાલ

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરીને ઈઝરાયેલના લોકોને બંધક બનાવ્યા બાદ જેરુસલેમ પણ આતંકવાદીઓ સામે સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. આ સાથે જ હમાસે ઈઝરાયેલ પર હુમલો કરતા ઘણા ઈઝરાયેલ નાગરીકોને પણ બંધક બનાવ્યા છે. દરમિયાન, કતારે હમાસના અધિકારીઓ સાથે મહિલાઓ અને બાળકોની મુક્તિ માટે મધ્યસ્થી કરવા અંગે વાતચીત કરી છે.

કતારે કરી મધ્યસ્થી

તેમણે કહ્યું કે કતારી મધ્યસ્થીઓએ હમાસના અધિકારીઓને ઈઝરાયેલની જેલમાં બંધ 36 પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોના બદલામાં ગાઝામાં પકડાયેલા ઈઝરાયેલી નાગરિકોને મુક્ત કરવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે કતાર પણ આ મામલે અમેરિકા સાથે સંકલન કરી રહ્યું છે અને બંને દેશો વચ્ચે વાતચીત સકારાત્મક રીતે આગળ વધી રહી છે. જો કે, હજુ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ સફળતાના સંકેત મળ્યા નથી. કતાર હમાસ અને ઈઝરાયેલ વચ્ચે કેદીઓની આપ-લે માટે મધ્યસ્થી કરવા આગળ આવ્યું છે.

2500થી વધારે લોકો ઈજાગ્રસ્ત

હમાસે ઈઝરાયેલની સરહદમાં ઘૂસીને અનેક મહિલાઓ, પુરુષો અને બાળકોનું અપહરણ કર્યું છે. ઇસ્લામિક જૂથ દ્વારા ઓળખાયેલ 36 પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોના કેદીઓના સંભવિત વિનિમયમાં હમાસ દ્વારા પ્રસ્તાવિત ઇઝરાયેલી મહિલાઓ અને બાળકોના બંધકોની સંખ્યા અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. કતાર હાલમાં હમાસના અધિકારીઓના સંપર્કમાં છે. શનિવારે (7 ઓક્ટોબર) હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર એક પછી એક મોટી સંખ્યામાં હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 800 લોકોના મોત થયા છે, જ્યારે 2500થી વધુ લોકો ઘાયલ થયા છે

  • Follow us on: