અમેરિકન વૈજ્ઞાનિકોએ એવી ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે ટૂંક સમયમાં એક મોટું સૌર વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકવાનું છે અને તેની અસર ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ પર થઈ શકે છે. નાસાની આ ચેતવણી અને સૌર વાવાઝોડાની ભારત પર શું અસર થશે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના ડિરેક્ટરે  જણાવ્યું હતું કે, સૌર વાવાઝોડું એ સૂર્ય દ્વારા સૂર્યમંડળમાં રહેલા કણો, ઊર્જા, ચુંબકીય ક્ષેત્રો અને સામગ્રીનો અચાનક વિસ્ફોટ થવાનો છે. 


સૌર તોફાન પૃથ્વી તરફ આગળ ધપી રહ્યું છે

મળતી માહિતી અનુસાર, પૃથ્વી તરફ આવતું સૌર વાવાઝોડું ટેલિકોમ્યુનિકેશન અને ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે. ભારતીય વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યા છે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થ ના નિષ્ણાતોએ કહ્યું કે તેઓએ ભારતીય સેટેલાઇટ ઓપરેટરોને તમામ સાવચેતી રાખવા માટે જાણ કરી છે. આગામી કેટલાક દિવસો પૃથ્વી માટે નિર્ણાયક છે કારણ કે વાવાઝોડું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. "થોડા દિવસો પહેલા જે (સૌર) જ્વાળા ફાટી નીકળી હતી તે તાકાતની દ્રષ્ટિએ મે મહિનામાં ફાટી નીકળેલી જ્વાળા સમાન છે.

મળતી માહિતી અનુસાર, સૌર વાવાઝોડાની શક્યતાને જોતા મેગ્નેટોસ્ફિયર પર ઈસરોના નિષ્ણાતો પણ નજર રાખી રહ્યા છે. જોકે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાતા થોડા દિવસો લે છે.

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉપયોગી છે

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં આવેલું મજબૂત સૌર વાવાઝોડાથી સમગ્ર ઉત્તરી ગોળાર્ધમાં તોફાન દેખાઈ રહ્યું છે. જેમ-જેમ સૌર વાવાઝોડું પૃથ્વીની નજીક આવે છે, તેમ તેમ તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મોટા વિક્ષેપનું કારણ બની શકે છે, જેને જીઓમેગ્નેટિક તોફાન કહેવાય છે, જે રેડિયો બ્લેકઆઉટ, પાવર આઉટેજ અને સુંદર ઓરોરા જેવી અસરોનું કારણ બની શકે છે. જો કે, તેઓ પૃથ્વી પર કોઈને સીધું નુકસાન પહોંચાડતા નથી, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણ આપણને આ સૌથી ખરાબ તોફાનોથી રક્ષણ આપે છે.


  • Follow us on: