અમેરિકી અંતરિક્ષ એજન્સી NASA અને સ્પેસએક્સના ક્રૂ-11 મિશનના ચાર અંતરિક્ષ યાત્રી સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફર્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન કેલિફોર્નિયાના સૈન ડિએગોના કિનારા પાસે પ્રશાંત મહાસાગરમાં ભારતીય સમય મુજબ બપોરે 2.11 વાગ્યે સ્પ્લેશડાઉન થયું છે. આ મિશન મૂળ યોજના પહેલા પૂર્ણ થયું, કારણ કે એક ક્રુ સભ્યને મેડિકલ સમસ્યા થઈ હતી.


મિશન ઓગસ્ટ 2025માં શરૂ થયું હતું

નાસાના એસ્ટ્રોનોટ જેના કાર્ડમેન અને માઈક ફિંકે, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના એસ્ટ્રોનોટ કિમિયા યુઈ. રોસ્કોસ્મોસના કોસ્મોનોટ ઓલેગ પ્લેટોનોવ. આ ચાર અંતરિક્ષ યાત્રી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર કૂલ 167 દિવસ પસાર કરીને પરત ફર્યા છે. મિશન ઓગસ્ટ 2025માં શરૂ થયું હતું. આ જેના કાર્ડમેન અને ઓલેગ પ્લેટોનોવનું પ્રથમ સ્પેસ ફ્લાઈટ હતું, જ્યારે માઈક ફિંકે અને કિમિયા યુઈ અનુભવી એસ્ટ્રોનોટ છે.

નાસાએ 8 જાન્યુઆરી 2026એ જણાવ્યું હતું કે એક ક્રૂ સભ્યને મેડિકલ સમસ્યા થઈ છે. આ કારણથી સ્પેસવોક રદ્દ કરવામાં આવ્યું છે. મિશનને એક મહિના પહેલા જ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાસાએ કહ્યું કે ક્રૂ સભ્યની હાલત સ્થિર છે. પૃથ્વી પર સારી સારવાર માટે પરત આવવું જરૂરી છે, મેડિકલ પ્રાઈવસીના કારણે સમસ્યા કયા સભ્યને થઈ છે, તે જણાવવામાં આવ્યું નથી.

રિટર્ન પ્રોસેસ કેવી રીતે કરાઈ?

14 જાન્યુઆરીએ સાંજે ડ્રેગન એટલે કે ISSથી અલગ થયું. રાત્રે ડી-ઓર્બિટ બર્ન પૂર્ણ થઈ. પેરાશુટની મદદથી યાનને દરિયામાં ઉતારવામાં આવ્યું. રિક્વરી શિપ અને અન્ય ટીમે યાનને સુરક્ષિત કર્યું અને મુખ્ય ડેક પર લાવવામાં આવ્યા. એસ્ટ્રોનોટ્સ યાનમાંથી બહાર નીકળ્યા. નાસાએ કહ્યું કે ચારેય ક્રૂ સભ્યોને સ્થાનિક હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. જ્યાં આખી રાત રહ્યા બાદ હ્યુસ્ટનના જોનસન સ્પેસ સેન્ટર પરત ફરશે, જ્યાં પરિવારને મળશે અને પોસ્ટ ફ્લાઈટ રિહેબિલિટેશન થશે.

આ સ્પેસએક્સના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામનો ભાગ હતો, જે નાસા માટે ISS પર ક્રૂ મોકલે છે. સ્પ્લેશડાઉન કેલિફોર્નિયાના કિનારા પર થયું, કારણ કે 2025થી સ્પેસએક્સે રિક્વરી ઓપરેશન ફ્લોરિડાથી કેલિફોર્નિયા શિફ્ટ કરી દીધું છે. મેડિકલના કારણે ISSથી ક્રૂની પ્રથમ કંટ્રોલ્ડ મેડિકલ ઈવેક્યુએશન હતું. નાસાએ કહ્યું કે તમામ તૈયારીઓ અગાઉથી હતી અને ક્રુ સુરક્ષિત છે. 

આ પણ વાંચો: Pakistan News: પાકિસ્તાનમાં પતંગ ઉડાડવાથી શું થાય ખબર છે? વાંચો Full Story


  • Follow us on: