અફઘાનિસ્તાનમાંથી તમામ આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોવાનું ચીન અને પાકિસ્તાને કહ્યુ છે. તેઓએ જણાવ્યુ છે કે, આ સંગઠનો ચીન અને પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવે છે. જેમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો સમાવેશ થાય છે. તો આ તરફ અફઘાનિસ્તાને સમગ્ર આરોપો પાયાવિહોણા હોવાનું કહ્યુ છે.


આંતરિક અસ્થિરતા અને આર્થિક હિતોનો ડર

પાકિસ્તાન અને ચીનનો આરોપ છે કે TTP, ETIM અને BLA જેવા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનની ધરતી પરથી કાર્યરત છે. જે પાકિસ્તાન અને ચીનના નાગરિકો અને પ્રોજેક્ટ્સને નિશાન બનાવે છે. TTPએ તાજેતરમાં પાકિસ્તાનમાં 1,000 થી વધુ હુમલા કર્યા છે. ETIM શિનજિયાંગને સ્વતંત્ર મુસ્લિમ દેશ બનાવવા માંગે છે. જ્યારે BLA બલુચિસ્તાન માટે સ્વતંત્રતાની માંગ કરે છે. બીજી તરફ, અફઘાનિસ્તાન આ આરોપોને નકારે છે અને કહે છે કે તેની ધરતી પરથી કોઈ આતંકવાદી સંગઠન કાર્યરત નથી. ચીન અને પાકિસ્તાનને અફઘાનિસ્તાનથી વધતી સુરક્ષા ચિંતાઓ, આંતરિક અસ્થિરતા અને આર્થિક હિતોનો ડર છે. એવા આરોપો લાગ્યા છે કે પાકિસ્તાન-ચીન પર હુમલો કરતા 3 મુખ્ય ઉગ્રવાદી સંગઠનો અફઘાન ધરતી પરથી કાર્યરત છે. આ સંગઠનો ચીન અને પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવે છે. જેમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો સમાવેશ થાય છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને પૂર્વીય તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ અને બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન અને ચીનને સુરક્ષા અને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

વિવિધ સંગઠનોનો હેતુ

તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાને છેલ્લા 6 મહિનામાં પાકિસ્તાનમાં એક હજારથી વધુ હુમલા કર્યા છે. આમાંથી 300થી વધુ હુમલા જુલાઈમાં થયા હતા. TTPની સ્થાપના 2007 માં અલગ પશ્તુન રાષ્ટ્રની માંગણી સાથે કરવામાં આવી હતી. પાકિસ્તાન અફઘાનિસ્તાનથી હિંસા અને આતંકવાદી હુમલાઓમાં વધારો અનુભવી રહ્યું છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ, TTP પ્રવૃત્તિઓએ 2024 માં 558 મૃત્યુ કર્યા, જે આતંકવાદને કારણે થતા કુલ મૃત્યુના 52% હતા. ઈસ્ટર્ન તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટે એક ઉગ્રવાદી સંગઠન છે. જેની સ્થાપના 1990 માં કરવામાં આવી હતી, તેનો ઉદ્દેશ્ય ચીનના શિનજિયાંગ પ્રાંતને અલગ કરીને એક સ્વતંત્ર મુસ્લિમ દેશ પૂર્વી તુર્કિસ્તાન બનાવવાનો છે. BLA બલુચિસ્તાનમાં પાકિસ્તાની અને ચીની નાગરિકો તેમજ બંનેના જાહેર માળખાને નુકસાન પહોંચાડી રહ્યું છે. BLA બલુચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. તેની સ્થાપના 2000માં થઈ હતી. ઘણા દેશોએ તેને આતંકવાદી સંગઠન પણ જાહેર કર્યું છે. બલૂચ નેતા મીર યાર બલોચે 14 મે 2025ના રોજ પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતા જાહેર કરી હતી.

અફઘાનિસ્તાને નકાર્યા આરોપો

20 ઓગસ્ટના રોજ કાબુલમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનથી TTP સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સાથે, તાલિબાન સરકાર પર TTPને ટેકો આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાને UNમાં કહ્યું છે કે TTP અને અન્ય આતંકવાદી જૂથોના 8 હજાર લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં હાજર છે. તે જ સમયે, ચીને 20 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ETIM સામે કાર્યવાહીની માંગ કરી હતી. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન અને ચીનના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. 

  • Follow us on: